108 EMS :*ઉતરાયણ ના તહેવારમાં છોટાઉદેપુર જિલ્લાની 19 જેટલી 108 એમ્બ્યુલન્સ સેવા ખડે પગે હાજર
108 EMS :*ઉતરાયણ ના તહેવારમાં છોટાઉદેપુર જિલ્લાની 19 જેટલી 108 એમ્બ્યુલન્સ સેવા ખડે પગે હાજર......*
ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતી ઉતરાયણ આનંદ, મેળાવડા અને ઉત્સાહ ભર્યા પળો લાવે છે. ઉતરાયણનો તહેવાર 14 અને 15 મી જાન્યુઆરી એમ બે દિવસ ઉજવવામાં આવે છે. છેલ્લા ચાર થી પાંચ વર્ષના મળેલ આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને અને માર્ગ ઉપર ટ્રાફિકને કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે. આ ઈમરજન્સીને પહોંચી વળવા ભરૂચ 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ 14 અને 15 જાન્યુઆરી 2025 એમ બે દિવસ અપેક્ષિત ઇમરજન્સીના વધારાને યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ છે.
પાછલા વર્ષોની માહિતીના આધારે, ગુજરાતમાં 14 જાન્યુઆરી 2025 ના રોજ આશરે 28.96 ટકા અને 15 મી જાન્યુઆરી 2025 ના રોજ આશરે 19.80% જેટલા ઈમરજન્સી કોલ્સમાં વધારો નોંધાવાની શક્યતા છે. સામાન્ય દિવસોમાં આશરે 3809 જેટલા કોલ્સ નોંધાય છે જે 14 મી જાન્યુઆરી 2025 એટલે કે ઉતરાણના દિવસે આશરે 4912 અને 15 મી જાન્યુઆરી 2025 એટલે કે ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે વાસી ઉત્તરાયણના રોજ 4912 જેટલા કેસમાં વધારો નોંધાવાની શક્યતા છે.
ઉતરાયણનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ સાથે આ ઉત્સવ દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માતના કેસો, ટ્રોમા નોનવેહિક્યુલર જેવા કે પડી જવાના, શારીરિક હુમલા અને માનવમાં દોરીથી કપાઈ જવાના કેસો વધુ હોય છે. આ તહેવારમાં સુરક્ષા એ પ્રાથમિકતા છે અંને તમામ નાગરિકોને જવાબદારી પૂર્વક ઉતરાણની ઉજવણી કરવા વિનંતી કરવામાં આવે છે. આ સાથે કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં 108 ડાયલ કરતા અચકાશો નહીં. આ ઉતરાયણને બધા માટે આનંદમય સલામત ઉજવણી બનાવીએ.
જો છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો નોર્મલ દિવસોમાં એમ્બ્યુલન્સમાં આશરે 88 જેટલા કેસો નોંધાતા હોય છે પરંતુ ભૂતકાળના ડેટાનો પૃથ્થકરણ કરતા 14 જાન્યુઆરી 2025 ના રોજ આશરે 99 કેસ એટલે કે 12.50 ટકા અને 15 મી જાન્યુઆરી 2025 ના રોજ 89 જેટલા કેસો જોવા મળશે એ અનુમાન કરવામાં આવી રહ્યું છે.
*ઉતરાયણ માં શું કરવું.......*
૧. સેફટી ગાઈડલાઈન્સનુ પાલન અવશ્ય કરવું
૨. સલામત જગ્યાએથી જ પતંગ ઉડાડવા
૩. રસ્તો ઓળંગતા કે વાહન ચલાવતા સાવચેત રહેવું
૪. અગાસી કે પતંગ ઉડાડવાની જગ્યા પર ફર્સ્ટ એડ બોક્સ સાથે રાખવું
૫. કોઈપણ ઈમરજન્સી જણાય તો 108 ડાયલ કરવો
*ઉતરાયણ માં શું ન કરવું...*
૧. પોતાની સાવધાનીના પગલાને નકારવા નહીં
૨. ઈલેક્ટ્રીક થાંભલા કે પાવર લાઈનની આજુબાજુથી પતંગ ઉડાડવા નહી.
3. પતંગની દોરીમાં અણીદાર વસ્તુ કે નુકસાન કરે તેવું કોઈ પણ વસ્તુ કે મટીરીયલ દૂર કરવું
અલ્લારખા પઠાણ નસવાડીવાલા
9408355622
9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.