મહુવામાં ગંભીર સમસ્યા: મહુવા રેલવે સ્ટેશન પાસે ખુલ્લી ગટરોના કારણે રોગચાળાનો ભય, 15 દિવસથી નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં
મહુવામાં ગંભીર સમસ્યા: મહુવા રેલવે સ્ટેશન પાસે ખુલ્લી ગટરોના કારણે રોગચાળાનો ભય, 15 દિવસથી નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં
મહુવા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં ગંભીર સમસ્યા સર્જાઈ છે. મુખ્ય માર્ગ પર ગટરના ગંદા પાણી નદીની જેમ વહી રહ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશોએ તા. 8 જૂન, 2024ના રોજ નગરપાલિકાને લેખિત ફરિયાદ કરી હોવા છતાં, હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આ વિસ્તારમાંથી દરરોજ સેંકડો મુસાફરો અવરજવર કરે છે, અને ગંદા પાણીના કારણે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
એક સમયે 'મિની કાશ્મીર' તરીકે ઓળખાતા મહુવા શહેરની આજે દયનીય સ્થિતિ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા અને ઉભરાતી ગટરોની સમસ્યા વકરી રહી છે. સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાવાની ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.