પોરબંદરમાં ચાઈનીઝ અને પ્લાસ્ટિકના પતંગ દોરા વેચાણ અંગ ફોરેસ્ટ વિભાગ નું ચેકીંગ - At This Time

પોરબંદરમાં ચાઈનીઝ અને પ્લાસ્ટિકના પતંગ દોરા વેચાણ અંગ ફોરેસ્ટ વિભાગ નું ચેકીંગ


ગોસા(ઘેડ)તા.૧૨/૦૧/૨૦૨૫
ઉતરાણ પર્વ માં પતંગ ના પ્રતિબં ધિત દોરા, તુક્કલ નું વેચાણ થાય છે કે કેમ? તેના માટે પોરબંદર ફોરેસ્ટ વિભાગ ધ્વરા પોરબંદર શહેર માં વેંચતા સ્ટોલ પર ચેકીંગ કરાયું.
યુવાનો અને બાળકો માટે પતંગ ઉડાડવા નો પ્રિય તહેવાર એટલે કે ઉતરાણ(મકરસંક્રાંતિ) ના તહેવાર ઉજવાના હવે બે દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે પોરબંદર ની બજારોમાં પતંગ દોરા ના વેચાણ માટે ઠેક ઠેકાણે દુકાન, રેંકડી રાખી પતંગ ના વેપાર થઇ રહ્યા છે.
ત્યારે સરકાર દ્વારા પણ આ લોકોને પ્રોત્સાહન પ્રોત્સાહન મળે તે આ તહેવાર માં પતંગ ઉસત્વ ના પણ આયોજન થાય છે. તેમજ આ ઉતરાણ ના ઉસ્તવ આનંદ અને ઉસ્તાહ ના બદલે ઉદાસીનતામાં ન ફેટવાય તે માટે પતંગ છગવવા માટે વાપરવામાં આવતા દોરા બાબતે ઘાતક સમાન પુરવાર થતા ચાઈનિઝ તુક્કલ, નાયલોન, ચાઈ નીઝ માંઝા, કે અન્ય હાનિકારક પદાર્થો થી કોટિંગ કરેલ દોરા દોરાનું વેચાણ પર પ્રતિબંધિત હોય ત્યારે આવા પ્રતિબંધિત દોરા નું વેચાણ થાય છે કે કેમ અને થતું હોય તો પકડી પાડવા અને પ્રતિબંધિત પતંગ દોરાનું વેચાણ ન થાય તે માટે તંત્ર દ્વારા પોરબંદર વિસ્તારમાં ચેકિંગ કરવાં આવ્યું છે. પોરબંદર કરુણા અભિયાન નિમિત્તે પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી લોકેશ ભારદ્વાજ ના સીધા માર્ગદશન હેઠળ આર.એફ.ઓ. એસ. આર. ભમ્મર તથા મલય મણીયાર ની ટીમ દ્વારા ઉતરાયણ ના તહેવાર બાબતે પોરબંદર શહેર મા આવેલ વિવિધ પતંગ ના સ્ટોલ પર જઈ ને ચાઈનીઝ દોરી તથા કાચ વાળા માંજા નુ ચેકિંગ હાથ ધરવામા આવેલ હતું.
આ કામગીરી માં આર.એફ.ઓ. એસ. આર. ભમ્મર તથા મલય મણીયાર ની ટીમ રોકાયેલ હતી.
રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.