નેત્રંગ : ડબ્બા ફળિયા વિસ્તારના સ્થાનિકોની વર્ષોં જૂની ગટરલાઈની માંગને લઈને ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
નેત્રંગ ટાઉનના ડબ્બા ફળિયા વિસ્તારમાં થી પસાર થતા કોતરમાંથી વહેતા ગંદા ગટર, શૌચાલયના પાણીની દુર્ગંધ તેમજ મચ્છરો થી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા હતાં. સ્થાનિકોની વારંવારની રજુઆતો બાદ આખરે ત્યાં રૂપિયા ૨૫ લાખના ખર્ચે નિર્માણ થનાર ગટરલાઇનનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું. સ્થાનિકોની વર્ષોં જૂની ગટરલાઈની માંગ હતી જેનું ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવતા સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી જેથી સ્થાનિકોએ ધારાસભ્યને ફૂલહાર પહેરાવી આભાર માન્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય વર્ષાબેન દેશમુખ, સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવા, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, ઉપપ્રમુખ નિતેશ પરમાર સહિત ગ્રામ પંચાયતના સભ્યો, સ્થાનિકો ઉપસ્થિત રહ્યા.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.