કરૂણા ચંદ્ર-અશોક-સોમ સંસ્થા આયોજીત ‘બર્ડ રેસ્ક્યુ સ્ટીક’ અર્પણ સમારોહ
કરૂણા ચંદ્ર-અશોક-સોમ સંસ્થા આયોજીત 'બર્ડ રેસ્ક્યુ સ્ટીક' અર્પણ સમારોહ
સુરત કરૂણા ચંદ્ર-અશોક-સોમ સંસ્થા આયોજીત 'બર્ડ રેસ્ક્યુ સ્ટીક' અર્પણ સમારોહ કરૂણા ચંદ્ર-અશોક-સોમ સંસ્થા દ્વારા 'બર્ડ રેસ્ક્યુ સ્ટીક' અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણનાં સમયમાં આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગનાં દોરાથી ઘાયલ થતાં હોય છે. આ સમારોહમાં આગામી તહેવાર ઉત્તરાયણને અનુલક્ષીને 'બર્ડ રેસ્ક્યુ સ્ટીક' સુરત શહેરની ફાયર બ્રિગેડની ટીમને અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતનાં ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહી સુરત શહેરની તમામ ફાયરબ્રિગેડ ટીમને પોતાના વરદ હસ્તે 'બર્ડ રેસ્ક્યુ સ્ટીક' અર્પણ કરશે. સુરત મહાનગરપાલિકાનાં ચીફ ફાયર ઓફીસર વસંત પરીખ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ 12 જાન્યુઆરી, રવિવારનાં રોજ સવારે 11 કલાકે કસ્તુરબા ગાર્ડન, જુનુ માછલી ઘર, કિલ્લાની સામે, ચોકબજાર, સુરત ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં પધારવા કરૂણા ચંદ્ર-અશોક-સોમ સંસ્થા, કરુણા દવા બેંક અને જૈન શક્તિ (જૈન યુવામાં રહેલ શક્તિ આવડતને ઉજાગર કરતી સંસ્થા) દ્વારા સૌ ને જાહેર આમંત્રણ પાઠવાયું છે. આ અંગે વિશેષ માહિતી માટે ધરણેન્દ્ર પી. સંઘવી (મો. 9376533377) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.