શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે પ્રો ઓ દક્ષાબેન ની અધ્યક્ષતા માં પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો
શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે પ્રો ઓ દક્ષાબેન ની અધ્યક્ષતા માં પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે પોષણ ઉત્સવ યોજાયો અમરેલી પ્રો.ઓ. શ્રી દક્ષાબેન અને લાઠી સીડીપીઓ શ્રી કાશ્મીરાબેન ભટ્ટ નાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ પોષણ ઉત્સવ કાર્યક્રમ લાઠી ઘટક સેજો જરખીયા ગામ ભુરખીયા મુકામે રાખેલ હતો.જેમાં લાઠી તાલુકા પંચાયતનાં સદસ્ય ચિરાગભાઇ પરમાર સરપંચ કૈલાશબેન, તલાટી મંત્રી બારૈયા, ANM શ્રી કાજલબેન ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં પૌષ્ટીક વાનગી હરીફાઈ (ટીએચ આર અને મિલેટ્સ) નું આયોજન કરેલ હતુ તેમાં વિજેતા ને પ્રમાણપત્ર આપી સન્માન કરેલ. બાળકોમાં લીંબુ ચમચીની રમત માં વિજેતાને દાતા દ્વારા રમકડાં આપવામાં આવેલ. કિશોરી માટે Quiz Competition રાખેલ જેમાં કિશોરીએ ઉત્સાહથી ભાગ લીધો હતો.પોષણ ઉડાન કાર્યક્રમમાં લાભાર્થી દ્વારા પોષણ સુત્રો લખાવ્યા હતાં તમામ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ની વિશાળ ઉપસ્થિતિ માં પોષણ ઉત્સવ સંપન્ન થયો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.