ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ ટીમ દ્વારા શ્રી હનુમાનજી ભગવાનની મહા આરતી અને આતિશબાજી કરાઈ
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ ગરડા પ્રખંડ ટીમ દ્વારા આજે બોટાદ ઝાપા વિસ્તારમાં આવેલ હનુમાનજીના મંદિર ખાતે ભવ્ય મહા આરતી અને અતિશબાજી કરવામાં આવી હતી. જેમાં અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રથમ પાટોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા ના એક વર્ષ પૂર્ણ થતા તે નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગઢડા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અર્જુનભાઈ રાજ્યગુરુ, જિલ્લા ઉપાધ્યક્ષ મુકેશભાઈ ડાંગર, મંત્રી ચંદ્રકાંતભાઈ સોલંકી,સહમંત્રી ગોપાલભાઈ ગેડિયા,કિશનભાઈ ચૌહાણ,રાજનભાઈ મારું,કિશોરભાઈ જેઠવા, મેહુલભાઈ સોની,ભાવેશભાઈ શેફાત્રા,વિજયભાઈ શેફાત્રા, જીગ્નેશભાઈ કંડોળીયા,સુનિલભાઈ રાવલ, મિતભાઈ દુમાણીયા,જયરજભાઈ બોરીચા,પારસભાઈ કામદાર, વિપુલભાઈ પરમાર,હિન્દુ સમાજના આગેવાનો,વેપારીઓ,પ્રેસ મિત્રો,ભક્તો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં હનુમાનજી મહારાજની ભવ્ય મહાઆરતી અને ત્યારબાદ આતિશબાજી કરવામાં આવી હતી. અયોધ્યા શ્રી રામ મંદિરના પાટોત્સવ મૂર્તિ પ્રતિષ્ઠા એક વર્ષ પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ત્યારબાદ જય જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા.
રિપોર્ટ.. ચંદ્રકાંત સોલંકી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.