શનિવાર સવારે ૯-૩૦ થી બપોર ૧-૦૦ દરમ્યાન અખબાર નગર સર્કલ નજીક આવેલ અખબાર નગર સોસાયટીના કોમન પ્લોટમાં નવાવાડજ વિસ્તાર ખાતે પતંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
તા:-૧૧/૦૧/૨૦૨૫
અમદાવાદ
આજ રોજ શનિવાર સવારે ૯-૩૦ થી બપોર ૧-૦૦ દરમ્યાન અખબાર નગર સર્કલ નજીક આવેલ અખબાર નગર સોસાયટીના કોમન પ્લોટમાં નવાવાડજ વિસ્તાર ખાતે પતંગોત્સવની ભવ્ય ઉજવણી હર્ષોત્સાહભર મનોદિવ્યાંગ બાળકોનો સર્વાંગી વિકાસશીલ થાય તે માટે સતત કાર્યરત સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટે ગાયત્રી પરિવારનારણપુરા,સાથ સહકાર ફાઉન્ડેશન,અખબાર નગર સોસાયટી એસોસિએશન,વાલી,મિત્રો,આમંત્રિત મહેમાનો તેમજ નવાવાડજના કોર્પોરેટર શ્રીવાય.કે.પટેલ,શ્રીવિજયભાઈ પંચાલના સાથ સહકાર સહિતની ઉપસ્થિતમાં કરી હતી જેમાં હાજર સૌ મનોદિવ્યાંગ બાળકોને પતંગ-૧૦,દોરીફીરકી-૧,કીલો-૧ મીક્ષ સ્વાદિષ્ટ તલ-શીંગ ચીક્કી,મમરાના લાડુની કીટ આપવામાં આવી હતી તથા સૌ મનોદિવ્યાંગ બાળકો આમંત્રિતોએ સમૂહમાં સ્વાદિષ્ટ ભોજનમાં મધુર ગરમાગરમ ઉધિયું,જલેબી,પુરી,પાપડ,મીક્ષભજીયાની લિજ્જત માણી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સૌએ સાથ સહયોગ સહકાર આપ્યો તે માટે સંસ્થા સંચાલક શ્રીચંદ્રસિંંહ ચૌહાણે આભાર વ્યક્ત કર્યો હતો જીવનમાં મનોદિવ્યાંગ બાળકોને ખુબજ ખુશાલ ભાવ વિભોર ઉત્સાહિત જોવાનો લ્હાવો પણ એક અનેરો આનંદ માણવાનો મોકાનો પ્રસંગ છે.
રિપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.