મારી દિકરીને કેમ મારો છો કહેતા શૈલેષ ગૌસ્વામીને છરી ઝીંકી દીધી
શહેરનાં ધરમનગર આવાસ કર્વાટરમાં રહેતાં શૈલેષભાઈ ગૌસ્વામી પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. મારી દિકરીને કેમ મારો છો કહેતા છરી ઝીંકી દીધી હતી. હાલ પ્રૌઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.
ફરીયાદી શૈલેષભાઈ રામગીરી ગૌસ્વામી (ઉ.વ.52, રહે.ધરમનગર આવાસ કર્વાટ2 બ્લોક નં.13, સ્ટરલીંગ હોસ્પિટલ પાછાળ) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ડ્રાઈવિંગ કામ કરે છે. તેને શીતલ સાથે બિજા લગ્ન કરેલ છે. જ્યારે પ્રથમ લગ્ન ભાવના સાથે કરેલ હતા. સંતાન નથી.
મે મારા નાનાભાઇ ગીરીશની દીકરી દતક લિધેલ હતી. જેનુ નામ તુલશી (ઉ.વ.17) છે.આજથી 14 વર્ષ પહેલા મારી પ્રથમ પત્નિ ભાવનાને છુટ્ટા છેડા આપેલ હતા. અને તુલશી નાની હોવાથી ભાવના સાથે રહેતી હતી. ભાવનાએ કિશોર મનુભાઈ થાવરાણી (રહે. ઘંટેશ્વેર 25, વારીયા ક્વાર્ટર- નંબર 94 જામનગર રોડ,) સાથે કોર્ટ મેરેજ કરેલ હતા. બન્ને માં દીકરી કિશોર સાથે રહેતી.આજથી છ દિવસ પહેલા હું બેંગલોર ખાતે ડ્રાઇવિંગમાં ગયો હતો.
ત્યારે મારી દીકરી તુલશીનો ફોન આવેલ જણાવેલ કે મમ્મી અને કિશોરભાઈ ઝઘડો કરતા હતા. ત્યારે હું વચ્ચે પડતાં કિશોરભાઇએ મને ઝાપટ મારેલ. જેથી મે મારી દિકરીને જણાવેલ કે હું રાજકોટ આવીશ ત્યારે તને રૂબરૂ મળવા આવીશ.બાદ ગઈ કાલે બપોરના એકાદ વાગ્યે મારી દિકરીને મળવા ગયેલ. પણ મારી દીકરી ઘરે હતી નહીં અને આ કિશોર ઘરની બહાર હતો.
જેથી મે કિશોરને જણાવેલ કે તમારે પતિ પત્નિ વચ્ચે જે કાઇ માથાકુટ હોય એમા મારી દિકરીને કેમ મારો છો કહેતાં કિશોર ઉશ્કેરાયો અને અપશબ્દો બોલવા લાગ્યો. અને ધોકા વડે મારવા લાગેલ.
તેવામાં કિશોરની સાથે તેનો મિત્ર ફારુક ઉર્ફે મુનો બસીર મલેક (રહે, 25 વારીયા ધંટેશ્વર) હોય તેને છરી મને હાથમાં મારી દીધેલ. દરમિયાન માણસો ભેગા થઈ જતાં આ બંને ત્યાંથી જતાં રહેલ. બાદ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.