સુઈગામ અને ભાભર વિસ્તારમાં નશીલી દવાઓનો વેપલો વકર્યો, તંત્ર ચૂપ.
બનાસકાંઠાના પશ્ચિમી છેવાડાના તાલુકાઓ સહિત ગામડાઓમાં પણ નશીલી દવાઓનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે, ત્યારે ભાભર શહેરમાં નશીલી દવાઓ,ગોળીઓ,ડ્રગ્સ ઈન્જેકશનો સહિતનું ધૂમ વેચાણ થાય છે અને ભાભરની મેડિકલો દ્વારા આજુબાજુના ગામડાઓમાં પણ આવી અનેક નશીલી દવાઓનું સપ્લાય કરીને યુવાધનને બરબાદ કરવામાં આવી રહ્યું છે, નશીલી દવાઓના હબ ગણાતા ભાભર શહેર સહિત સરહદી વિસ્તારના યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદ કરી રહ્યા છે,તેવી લોકચર્ચાઓ થઈ રહી છે ત્યારે જવાબદાર તંત્ર ભાભર શહેર ની મેડિકલો માં મળતી 5નંબર,028કારબન, Gગોળી, 10નંબર, નશાના ઇન્જેક્શન સહિત ની અનેક નશીલી દવાઓનો વેપલો કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી સુઈગામના સરહદી વિસ્તાર ના તેમજ ભાભર તાલુકાના ગામડાઓના યુવાધનને નશાની લતમાં અવળે રવાડે ચડતા બચાવી લેવા અને ભારતના ભવિષ્ય એવા યુવાધનની જિંદગી સાથે ખીલવાડ કરી રૂપિયા કમાતા ભારતના ભવિષ્ય વિરોધી તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ સાથે જવાબદાર તંત્ર પર હપ્તારાજના આક્ષેપોની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.