ધંધુકામાં ભાદર નદી પાસેથી વરલી મટકાનો જુગાર ઝડપાયો
ધંધુકામાં ભાદર નદી પાસેથી વરલી મટકાનો જુગાર ઝડપાયો
અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં સ્મશાન નજીક નદી કિનારે જાહેરમાં વરલી મટકાની હાટડી ચલાવતા 5 ઝડપાયા ધંધુકા પોલીસે સ્થળ પરથી 30,300નો મુદ્દામાલ જપ્તક ર્યો
ધંધુકાના સ્મશાન નજીક નદીના કિનારે જાહેરમાં વરલી મટકાંની હાટડી ચલાવતા ત્રણ ઝડપાયા, 30 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ ઈસમોને ઝડપી પાડી રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ વરલીના આંકડાનું સાહિત્ય મળીને કુલ રૂ. 30,300 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો 3 આરોપીઓ ભાગી જતાં તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
બાતમી મળતા મદદનીશ પોલીસ અધિક્ષક વાગીશા જોષી પોતાના સ્ટાફ અ.હે.કો કિશનભાઈ ખોડૂભાઈ, અ.પો.કો. નરેશભાઈ ભુદરભાઈ તથા આ.પો.કો લાલજીભાઈ જાદવભાઈ ધંધુકા મોટા સ્મશાન સામે ભાદરનદીના સામા કાંઠે આવેલ ખેતરમાં જઈ જુગાર રમતા પાંચ ઇસમો અબ્રાહમભાઈ દાઉદભાઈ ભટ્ટી, આનંદભાઈ રમણલાલ મોદી, પરસોત્તમ શામજીભાઈ ઝાપડીયા,રંગપુર, નિતીનભાઈ ધીરુભાઈ સાંકળીયા તથા ગોવિંદભાઈ પ્રભુભાઈ વેકરીયા તમામ રહે. ધંધુકા નવાપરા તા.ધંધુકા પકડી પાડી તેઓની અંગ ઝડતી તથા સ્થળ ઉપરથી મળી આવેલ કુલ રોકડ રૂ.૨૮,૭૦૦ તથા મોબાઈલ, કેલક્યુલેટર, જુગારના સાધનો . ડાયરીઓ નંગ-૦૨, પ્લાસટિકનો થેલો નંગ-૦૧ તથા પાથરણા નંગ-૦૪ મળી કુલ રૂ.૩૦,૩૦૦ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા મુજબની ફરીયાદ અ.હે.કો. જીગ્નેશભાઈ રાણાભાઈ દ્વારા આ ઈસમો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાંથી
3 આરોપીઓ નાસી છુટ્યા હતા જેને પકડવાની તજવીજ હાલ પોલીસ કરી રહી છે. વોન્ટેડ શખ્સોમાં (৭) લાલો રહે.અંબાપુરા તા.ધંધુકા (૨) ફીરોઝ,(૩) ગુલાભાઈ તલાટ રહે.ધંધુકા જી.અમદાવાદનો સમાવેશ થાય છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.