હાર્બર મરીન પોલીસે મોટર સાયકલ ચોરીનો ભેદ ગણત્રીના કલાકોમાં આરોપી ને પકડી ઉકેલી નાખ્યો
મધ્યપ્રદેશવાળા રમેશ બિહારીલાલ ગોડને સુભાષ નગર માંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે પકડી પાડ્યો
ગોસા(ઘેડ) તા. ૧૧/૦૧/૨૫
પોરબંદર હાર્બર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટર સાય કલ ચોરીની ફરિયાદ ગણત્રીના કલાકોમાં ચોરાયેલ મોટર સાયકલ અને આરોપી ચોરને મુદામાલ સાથે મરીન પોલીસ પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ રેજના પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજાડિયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડે જાનાઓ દ્વારા ચોરીમાં ગયેલ મુદામાલ તથા ચોર ઈસમો ને શોધી કાઢવા માટે વખતો વખત સુચના કરેલ જે સુચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ ના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશન ના ગુના રજીસ્ટર નંબર પાર્ટ એ ૧૧૨૧૮૦૧૮૨૫૦૦૧૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩ ના કામના ફરિયાદી ખીમજી ભાઇ કાનજીભાઈ બાદશાહી રહે. ખારવાડ પોરબંદરવાળાનું હીરો હોન્ડા પેશન પ્લસ મોટર સાયકલ જેનાં રજી. નં. જી. જે. ૧૮ એન. ૪૯૮૨નું કિંમત રૂપિયા ૨૦૦૦૦ નું જુના બંદર ખાતે ગોદામ નંબર ૧૬ની સામે ઝૂપડા બહાર પાર્ક કરેલ હતું. જે કોઈ અજાણ્યો ચોરી કરી લઈ લઈ ગયાની તા. ૦૯/૦૧/૨૫ ના રોજ ફરિયાદ કરેલ હોંય જેથી હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. સાળુંકે નાઓ પોલીસ સ્ટાફ સાથે રાખી મોટર સાયકલ ચોરી ના ગુના ના કામે આરોપી તથા ચોરીમાં ગયેલ મુદામાલ મો. સા. શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન તા. ૧૦/૦૧/ ૨૦૨૫ ના રોજ સર્વેલન્સ સ્ટાફ ના પોલીસ કોસ્ટેબલ કરશન કાનાભાઈનાઓને હ્યુમન સોર્સી સથી ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આ કામનો આરોપી ચોરીના બાઈક સાથે મીનાક્ષી ફિશ કંપની વાળા રસ્તે થી સુભાષનગર ગોદી તરફ જઈ રહેલ છે. તેવી ચોક્કસ હકીકત મળતા પોરબંદર સુભાષનગર રોડ, બાપા સીતારામ મઢુલી પાસેથી આ કામના આરોપી રમેશ બિહારી લાલ ગોડ જાતે બંજારા ઉ.વ. ૪૦ ધંધો મચ્છીનો રહેવાસી હાલ જુના બંદર બોટ એસોસીએશન ઓફિસ ની પાછળ પોરબંદર. મૂળ રહેવાસી માંગરોળ ગાવ, તાલુકો જીલ્લો નિયમ, મધ્યપ્રદેશ વાળા ને ચોરીમાં ગયેલ હીરો હોન્ડા પેશન પ્લસ મોટર સાયકલ રજી. નં. જી. જે. ૧૮ એન. ૪૯૮૨ની સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.કે.વાઘેલાનાઓ તથા હા ર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફએ પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
આ પ્રસંશનીય કામગીરી કરનાર હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી/ પોલીસ કર્મચારીઓમાં પી. આઈ. એચ.ડી. સાળુકે, પી. એસ.આઇ. એન. કે. વાઘેલા, એ.એસ.આઈ ભરતકુમાર ડાયાભાઈ વાઘેલા, પોલીસ કોસ્ટેબલ કરશન કાનાભાઈ ઓડેદરા, પોલીસ કોન્સ્ટેબલ દિનેશ વિરમભાઈ બંધીયા, વિશાલ અભેસિંહ વાઢેળ રોકાયા હતા.
રિપોર્ટર:-વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.