શ્રી શેરિયાજ પ્રાથમિક શાળાના બાળકો શીખ્યા પ્રાકૃતિક ખેતીના પાઠ - At This Time

શ્રી શેરિયાજ પ્રાથમિક શાળાના બાળકો શીખ્યા પ્રાકૃતિક ખેતીના પાઠ


શ્રી શેરિયાજ પ્રાથમિક શાળાના બાળકો શીખ્યા પ્રાકૃતિક ખેતીના પાઠ

પ્રિ - વોકેશનલ કાર્યક્રમના ભાગરૂપે બેગલેસ ડે દિવસ અંતર્ગત શ્રી શેરિયાજ પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના બાળકો અને શિક્ષકોએ કુકસવાડા મુકામે મોહનભાઈ પંડિતના ગૌ કૃપા પ્રાકૃતિક ફાર્મ હતી મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ મોહનભાઈ પંડિત દ્વારા તમામ બાળકોને પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત, પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને પંચગવ્ય આધારિત વિવિધ વસ્તુઓ જેવી કે સાબુ શેમ્પૂ અગરબત્તી વગેરે અને વિવિધ ઔષધીઓ વિશે વિગતવાર સમજ આપી હતી. જીવામૃત બનાવવાની રીત પણ સમજાવી હતી. ત્યારબાદ તેમના ફાર્મમાં ગાય આધારિત ખેતીથી ઉગાડવામાં આવેલ વિવિધપાકનું નિદર્શન કર્યું હતું અને જીવામૃત બનાવવાનો ડેમો પણ બતાવ્યો હતો તેમજ તમામ બાળકોને ઔષધિય અર્જુન ચા પીવડાવવામાં આવી હતી આ કાર્યક્રમના આયોજનમાં શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલક શ્રી નાથાભાઈ નંદાણીયા મદદરૂપ થયા હતા અને સાથે જોડાયા હત

આ ઉપરાંત માટીમાંથી બનતા કલાત્મક વાસણો થી બાળકોને માહિતગાર કરવા માટે આરેણા ગામના પ્રજાપતિ રામજીભાઈ જેઠવાના ઘરની મુલાકાત લેવડાવવામાં આવી હતી જેમાં કિર્તીભાઈ જેઠવાએ માટીમાંથી બનતા વિવિધ વાસણો જેવા કે તાવડી,ચકલી ઘર,ગલ્લો,ચુલો,કોડિયું,મોરિયો,કુલડી વગેરે જેવા વાસણોનું પ્રત્યક્ષ નિદર્શન કરી સમજ આપી હતી.વાસણો બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ચાકડાનું પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવ્યું હતું.ચાકડામાંથી બનતા માટીના વાસણોએ આપણી વર્ષો જુની પરંપરા છે તેમજ માટીના વાસણોમાં તૈયાર થતો ખોરાક પૌષ્ટિક હોય છે જેના વિશે બાળકોએ ખુબ સારી રીતે જ્ઞાન મેળવ્યું હતું.

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.