શ્રી ભોરાસર સીમ શાળાની વિદ્યાર્થિનીઓનો તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ ૩.૦ દબાદબો રહ્યો
દોડમાં અંડર ૯ વય જૂથમાં કોડીયાતર કિંજલ તાલુકા કક્ષાએ પ્રથમ બાપોદરા મનાલી દ્વિતીય નંબર વિજેતા
ખેલ મહાકુંભ દોડમાં અંડર ૧૧ વય જૂથમાં ડામરા મંજુ પપુભાઈ તાલુકા કક્ષાએ પ્રથમ પ્રાપ્ત કર્યો
આજ રોજ તા.૧૧.૦૧.૨૫ને શનિવારના રોજ શ્રી પૂંજાપરા પ્રાથમિક શાળા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારી પોરબંદર સંચાલિત તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ ૩.૦નું શ્રી ભોદ સીમ શાળા નંબર ૨, ભોદ ખાતે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દોડ સ્પર્ધામાં અંડર ૯ વય જૂથમાં કોડીયાતર કિંજલ જેઠાભાઈ ધોરણ ૩ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર અને બાપોદરા મનાલી અરભમભાઈ ધોરણ ૪ તાલુકા કક્ષાએ બીજો નંબર આવેલ હતો. ઉપરાંત તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ માં દોડ સ્પર્ધા અંડર ૧૧ વય જૂથમાં ડામરા મંજુ પપુભાઈ ધોરણ ૫ નો પણ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર આવેલ હતો.
શાળાનું નામ રોશન કરવા બદલ શાળા વ્યવસ્થાપન સમિતિ શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવના અધ્યક્ષ વિજયભાઈ જમરિયા અને શાળાના આચાર્ય લાખાભાઈ ચુંડાવદરા એ તમામ વિજેતા ખેલાડી વિદ્યાર્થિઓને ઉજ્વળ કારકિર્દી માટે અભિનંદન પાઠવેલ છે.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.