મહુવાના નેપ ગામની મહિલાનું સારવારમાં મૃત્યુ થયા બાદ… કળસારનીસદભાવનાહોસ્પિટલના ૩ડોકટર સામે આખરે ગુનો નોંધાયો
મહુવાના નેપ ગામની મહિલાનું સારવારમાં મૃત્યુ થયા બાદ...
કળસારનીસદભાવનાહોસ્પિટલના ૩ડોકટર સામે આખરે ગુનો નોંધાયો
મહુવા તાલુકાના નેપ ગામે રહેતી પરિણીત મહિલાને ગર્ભાશયની કોથળી સાફ કરાવવા માટે કળસાર ગામે આવેલ સદભાવના હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા જ્યાં સારવારમાં બેદરકારી ના કારણે પરિણીત મહિલાનું મોત નીપજવા પામ્યું હોવાના આક્ષેપો કર્યા બાદ આજે મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં ત્રણ ડોક્ટરો વિરુદ્ધમાં બેદરકારી દાખવા બદલ ફરિયાદ નોંધાઈ હતી
પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ મહુવા તાલુકાના નેપ ગામે રહેતા નિતેશભાઈ જેસીંગભાઈ બારૈયાના પત્ની કાજલબેનને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવવા અર્થે કળસાર ગામે આવેલ સદભાવના હોસ્પિટલમાં ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરો બેદરકારી દાખવતા કાજલબેનને મહુવાના એક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ કાજલબેનની તબિયત વધુ બગડતા ભાવનગરના બજરંગદાસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સારું ન થતા ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તારીખ ૧૬/૮/૨૦૨૪ ના રોજ ૧૧/૫૦ વાગ્યા કાજલબેન મૃત્યુ થયું હતું જેમાં ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું જેથી પરિવારના લોકોને શંકા હોય કે મહુવા તાલુકા કળસાર ગામ ખાતે આવેલ સદભાવનાના હોસ્પિટલના ડોક્ટરની સારવાર આપવામાં બેદરકારીથી થયેલ હોય જે બાબતે મૃત્યુ પામેલ મહિલાના પતિ નિતેશભાઈ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ૧૯૪ મુજબ મોત અરજી કરી હતી જેથી પોલીસે તપાસ કરતા કાજલબેનને સદભાવના હોસ્પિટલના સારવાર આપનાર ડોક્ટરની બેદરકારી છે કે નહીં તે બાબતે અહેવાલ મંગાવતા તબીબ અધિક્ષક સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગરના ડોક્ટરના તપાસ સમિતિનો અભિપ્રાય આવી જતા જેમાં ડોક્ટર પ્રવીણ જનાભાઈ બલદાણીયા એનેસ્થેસિયા આપવા અધિકૃત રીતે સંપૂર્ણ ટ્રેઈની નથી ફક્ત ઈમરજન્સી કેસમાં જ એનેસ્થેસિયા આપી શકે છે અને અન્ય ડોક્ટરને ટ્રેનિંગ આપવા અધિકૃત નથી તેઓની નીગરાની નીચે પ્રોસિજર કરવા સક્ષમ નથી. ડોક્ટર જીતેશ પ્રવીણભાઈ કલસરિયા બી એમ
એસ ડોક્ટર છે એનેસ્થેસિયા આપવાની લાયકાત ધરાવતા નથી છતાં આપેલ છે. ડોક્ટર મંથન ઉમેદભાઈ સોજીત્રા પ્લાન્ડ ઓપરેશન હોય તો અધિકૃત એનેસ્થેટિકને બોલાવવા જોઈએ અને જો શક્ય ન હોય તો બીજે રીફર કરી દેવા જોઈએ છે બાબતે ત્રણેય ડોક્ટરોની બેદરકારી દાખવતા અને એનેસ્થેસિયા આપી માનવની જિંદગી જોખમાય તેવું બેદરકારી કૃત્ય કરીને કાજલબેનની સારવારમાં બેદરકારીના કારણે મોત થયેલ હોય જે અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં ડો. પ્રવીણ જનાભાઈ બલદાણીયા (રે. સદભાવના હોસ્પિટલ, કળસાર તા. મહુવા), ડો. જીતેશ પ્રવીણભાઈ કળસરિયા સદભાવના હોસ્પિટલ કળસાર તા. મહુવા), ડો. મંથન ઉમેદભાઈ સોજીત્રા (રે. સદભાવના હોસ્પિટલ, કળસાર તા. મહુવા વિરુદ્ધમાં ગણપતભાઈ જેસીંગભાઈ બારૈયાએ મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં કલમ ૧૦૬(૧), ૫૪, ૩૨, ૩૦ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ રૂરલ પોલીસ દ્વારા હાથ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.