ધંધુકાની મોર્ડન હાઇસ્કુલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત ચેસ અને રસા ખેંચની સ્પર્ધા યોજાઈ.
ધંધુકાની મોર્ડન હાઇસ્કુલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત ચેસ અને રસા ખેંચની સ્પર્ધા યોજાઈ
ગુજરાત રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના નેજા હેઠળ અમદાવાદ જિલ્લાના ધંધુકા વ્યાયામ મંડળ આયોજિત ધંધુકાની મોર્ડન હાઇસ્કુલના યજમાનપદે ખેલ મહાકુંભ અંતર્ગત ચેસ અને રક્ષા ખેંચની તાલુકા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ચેસ સ્પર્ધામાં બાવન સ્પર્ધકો અને રસ્તા ખેંચ સ્પર્ધામા 14 ટીમોએ ભાગ લીધો હતો.મોર્ડન હાઇસ્કુલના યજમાન પદે યોજાયેલ આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન બી.આર.સી. કો-ઓર્ડીનેટર ડૉ.રઘુવીર સિંહ ચુડાસમાએ ખેલ મહાકુંભની રમતો અને આયોજન વિશેની વાત સાથે વિવિધ રમત ગમતના જીવન અને સમાજમાં મહત્વ વિશે વાત કરી હતી.
અતિથિ વિશેષ ફાધર રોબી ઉપસ્થિત રહેલ. ધંધુકા તાલુકા મુસ્લિમ કેળવણી મંડળના પ્રમુખ અને શાળાના ટ્રસ્ટી હબીબભાઈ મોદન,સેક સેક્રેટરી કારીમભાઈ મહિડા તથા ખજાનચી રહીમભાઈ દેસાઈ, સામાજિક અગ્રણી ભાઈજીભાઈ મોદન,નિવૃત્ત જજ સબ્બીરભાઈ ટીંબલીયા તેમજ ધંધુકા તાલુકા વ્યાયામ મંડળના પ્રમુખ પ્રવિણસિંહ રાઠોડ, મહામંત્રી સુખદેવભાઈ રાઠોડ ,નિર્ણાયક હિરલબેન ચતુર્વેદી,હારૂન રસીદ મોગલ, શાળાના આચાર્ય ગનીભાઈ મારુ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા હતા.કાર્યક્રમનું સુચારુ સંચાલન તૌસિફભાઈ મલિકે કર્યું હતું.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.