આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,વડનગર ખાતે NAAC પિયર ટીમની મુલાકાત - At This Time

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,વડનગર ખાતે NAAC પિયર ટીમની મુલાકાત


આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,વડનગર ખાતે NAAC પિયર ટીમની મુલાકાત

વિ.એન.એસ.બિ.લિ.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વડનગર ખાતે તારીખ:- ૦૯ અને ૧૦ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ NAAC પિયર ટીમની મુલકાત યોજાયેલ જેમાં NAAC પિયર ટીમના ચેરમેન તરીકે ડૉ.કે.વી.રાવ, NAAC પિયર ટીમ કો-ઓર્ડીનેટર ડૉ.રીચા ચોપરા અને NAAC પિયર ટીમ મેમ્બર ડૉ.મનોજકુમાર પોલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે કોલેજના વિવિધ વિભાગો, શિક્ષણ વ્યવસ્થા માળખાગત સુવિધાઓ જેવી કે વર્ગખંડ, મનોવિજ્ઞાન પ્રયોગશાળા, પુસ્તકાલય, રીસર્ચ સેલ, કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેન્ટર, કમ્પ્યુટર લેબ , ઇનોવેશન ક્લબ IQAC સેલ તેમજ કોલેજના વિવિધ વિભાગો દ્વારા થતી પ્રવૃતિઓની ગુણવત્તા ચકાસીને મુલ્યાંકન કર્યું. આ પ્રસંગે આચાર્યશ્રી ડૉ.ડી.યુ.પટેલ અને કોલેજ મંડળના પ્રમુખ અને મંત્રી તેમજ સદસ્યો ઉપસ્થિત રહી આવનાર NAAC પિયર ટીમનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ નિર્ધારિત કાર્યક્રમ મુજબ આચાર્યશ્રીએ સંસ્થાની સંપૂર્ણ માહિતી PPT દ્વારા તેમની સમક્ષ રજુ કરી અને IQAC કો ઓર્ડીનેટર ડૉ.મીનાબેન ચૌધરી એ PPT દ્વારા કોલેજની પ્રવૃતિઓ વિશે જાણકારી આપી. ત્યારબાદ વિવિધ વિભાગના અધ્યક્ષશ્રીઓએ NAAC પિયર ટીમ સમક્ષ વિભાગીય પ્રવૃતિઓ અને તેમણે મેળવેલ સિધ્ધિઓ રજુ કરેલ જેમાં રીસર્ચ, રમત-ગમત, NSS, NCC અને સાંસ્કૃતિક વગેરેનો સમાવેશ થાય છે ત્યાર બાદ NAAC પિયર ટીમએ કોલેજના વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મુલાકાત લઇ તેમના અભિપ્રાયો સુચનો મેળવ્યા. અંતે બીજા દિવસે NAAC પિયર ટીમે આચાર્યશ્રી અને વિવિધ વિભાગના અધ્યક્ષો સાથે એક્ઝીટ મીટીંગ દરમ્યાન તેમના સુચનો આપ્યા. NAAC પિયર ટીમની બે દિવસીય મુલાકાત દરમ્યાન કોલેજના સમગ્ર સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ પૂર્વક પોતાની કામગીરી નિભાવેલ હતી.

રિપોર્ટ -જીગર પટેલ વડનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.