લોકો માટે તાત્કાલિક સારવાર 108 જેવી વ્યવસ્થા હોય તો ગાયો માટે કેમ નહીં તેવો વિચાર કરી જસદણના ગૌ પ્રેમી કાર્તિકભાઈ હુદડની એક નવી પહેલ
(રિપોર્ટ વિજય ચૌહાણ)
જસદણના રહેવાસી કાર્તિકભાઈ હુદડ જેઓ એક ગૌરક્ષક પ્રમુખ અને ગૌ પ્રેમી જીવ હોવાથી તેમના મનમાં એક વિચાર આવ્યો કે લોકો માટે તાત્કાલિક સારવાર 108 જેવી વ્યવસ્થા છે તો ગાયો માટે કેમ નહીં. આ ઉમદા વિચારનું મનોમંથન કરી પોતાના સ્વખર્ચે બિનવાર્ષીય રખડતી રજળતી ગાયોની તાત્કાલિક સારવાર અથવા સારી ગૌશાળામાં સેવા મળે તે ઉદેશ્યથી એક એનિમલ એમ્બ્યુલન્સ સેવાની જસદણ સિટીમાં વ્યવસ્થા કરી. આ સેવા માટે તેઓ કોઈપણ પ્રકારનો ચાર્જ લેતા નથી. ઉપરાંત ડ્રાઇવર, ગાડી અને તમામ પ્રકારના ખર્ચા ઉઠાવીને નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. અને જસદણની જનતાને કાર્તિક ભાઈએ સંદેશ આપ્યો હતો કે ક્યારેય પણ રખડતી રજળતી ગાયોની સેવાર્થે એમ્બ્યુલન્સની જરૂર પડે તો તાત્કાલિક એમના મોબાઇલ નંબર 90193 11111 પર સંપર્ક કરવો. કાર્તિકભાઈ ના આ ઉમદા કાર્યથી પ્રભાવિત થઈ જસદણની જનતાએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.