UP-બિહાર-રાજસ્થાનના 18 શહેરોમાં તાપમાન 6º કરતા ઓછું:હિમાચલમાં પારો માઈનસ 11 ડિગ્રી, 16 રાજ્યોમાં ધુમ્મસ, 100 ટ્રેનો મોડી પડી
દેશના 16 રાજ્યોમાં સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી 0 નોંધાઈ હતી. જેના કારણે ઘણી ફ્લાઈટ અને 26 ટ્રેનો મોડી પડી હતી. યુપી-બિહારના ઘણા જિલ્લાઓમાં વિઝિબિલિટી 100 સુધી ઘટી જવાને કારણે લગભગ 100 ટ્રેનો તેના સમય પર દોડી શકી નથી. ધુમ્મસ ઉપરાંત દેશમાં લઘુત્તમ તાપમાનમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. યુપી, બિહાર અને રાજસ્થાનના 18 શહેરોમાં તાપમાન 6 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન 2 ડિગ્રી, મધ્યપ્રદેશના શહડોલમાં 2.8 ડિગ્રી, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 4 ડિગ્રી અને બિહારના રોહતાસમાં 5 ડિગ્રીએ પહોંચ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં આજે ભારે હિમવર્ષા થઈ શકે છે. કાશ્મીર ખીણમાં પહેલગામ -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ઠંડું હતું. હિમાચલના તાબોમાં તાપમાન માઈનસ 11 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે કહ્યું છે કે આજે મધ્યપ્રદેશ, યુપી, રાજસ્થાન અને હરિયાણામાં પણ કરા પડી શકે છે. જેના કારણે આ રાજ્યોમાં તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. રાજ્યોના હવામાનની તસવીરો... આગામી 2 દિવસમાં કેવું રહેશે હવામાન... 12 જાન્યુઆરી: તમિલનાડુમાં વરસાદનું એલર્ટ, ઉત્તરના રાજ્યોમાં વરસાદની શક્યતા 13 જાન્યુઆરી: 6 રાજ્યોમાં ધુમ્મસ, ઉત્તર પૂર્વમાં વીજળીની ચેતવણી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.