જસદણ સીટી નો સેજા કક્ષાનો પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ - At This Time

જસદણ સીટી નો સેજા કક્ષાનો પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ


(રિપોર્ટ : વિજય ચૌહાણ)
જસદણ ઘટક ના જસદણ સીટી નો સેજા કક્ષાનો પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાયેલ. આ કાર્યક્રમ માં CDPO જસદણ શોભનાબેન, પૂર્વ કારોબારી ચેરમેન જસદણ નગર પાલિકા પ્રતાપભાઈ સોલંકી, સંજયભાઈ ચાંવ, આરોગ્યમાંથી રીનાબેન હાજર રહ્યા હતા “ટેક હોમ રેશન” (માતૃશકિત, બાલશકિત, અને પૂર્ણાશક્તિ) અને મિલેટમાંથી બનતી "પૌષ્ટિક વાનગી સ્પર્ધા" નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવેલ હતી, કે જેનો મુખ્ય ઉદેશ બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજીંદા આહારમાં પોષ્ટિક ખાધ્યો નો ઉપયોગ થાય તે ખુબ જરૂરી છે. કેલરી પ્રોટીન અને સુક્ષ્મ પોષકતત્વો યુક્ત ટેક હોમ રાશન દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેંદ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરીયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પૂરૂ પાડવા માટે આપવામાં આવે છે. જેમાં વિવિધતાસભર પાકો જેવા કે, બાજરી, જુવાર, રાગી, કાંગ, ચેણો, સામો, કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે. જેમાં મોટા ભાગના પાકોનું મૂળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે. મિલેટ આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે. ટેક હોમ રાશન (માતૃશકિત, બાલશકિત, અને પૂર્ણાશક્તિ), મિલેટ તેમજ સરગવા જેવા પૌષ્ટીક ખાધ્યોની મદદથી પૌષ્ટીક વાનગી બનાવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર દ્વારા THR અંગે પોષણ નાટક પણ રજૂ કરેલ અને કાર્યક્રમ ને સફળ બનાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.