રાજકોટમાં પશુ-પક્ષીની સારવાર અને રક્ષા માટે આજથી 20મી સુધી કરુણા અભિયાન : પતંગ રસિયાઓને ખાસ અપીલ
ઉતરાયણ પર્વ નજીકમાં છે ત્યારે રાજકોટમાં દર વર્ષની માફક આ વખતે પણ સરકાર દ્વારા પતંગ અને દોરથી ઘાયલ થતાં અબોલ પક્ષીઓની સારવાર કરવા માટે કરુણા અભિયાન ચલાવવામાં આવશે. તારીખ 10થી 20 જાન્યુઆરી સુધી એટલે કે 11 દિવસ ચાલશે. કરુણા અભિયાન દરમિયાન સમગ્ર જિલ્લામાં કરુણા-૧૯૬૨ની 22 એમ્બ્યુલન્સ, એનિમલ હેલ્પલાઇનની ૧૧,એમ્બ્યુલન્સ,૩ બાઈક એમ્બ્યુલન્સ તેમજ વિવિધ વેટરનરી ડોક્ટરોની ટીમ સજજ રહેશે.રાજકોટ જિલ્લામાં 30 સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. તેમજ સાંજના સમયે પતંગ ન ચગાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.