ચાલુ મોટરસાયકલ એ ખિસ્સામાંથી પડી ગયેલ રોકડ રૂ.૪૦૦૦/- પરત અપાવતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન
અસરફ જાંગડ દ્વારા
તા.૦૮/૦૧/૨૦૨૫ ના રોજ એક અરજદાર બોટાદ પોલીસ સ્ટેશન ખાતે આવી જણાવેલ કે, સવારના આશરે ક.૦૭/૦૦ થી ૦૮/૦૦ વાગ્યાના અરસામાં અરજદાર પોતાની મો.સા. રજી.નં. GJ-04-BF-5064 નું લઈને પોતાના ઘર શંકરપરાથી નીકળી ભાવનગર રોડ જતા હતા તે દરમિયાન અરજદારે પહેરેલ જેકેટમાં રહેલ રૂપિયા ૪,૦૦૦/- ખિસ્સામાંથી ક્યાંક રસ્તા પર પડી ગયેલ, તેની જાણ નેત્રમ ઇન્ચાર્જને થતા નેત્રમ ટીમ દ્વારા બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી જ્યોતિગ્રામ સર્કલ લોકેશનના કેમેરામાં અરજદારના રોકડ રૂપિયા ચાલુ મો.સા.એ પડતા દેખાઈ આવેલ અને તે રોકડ રૂપિયા કોઈ અજાણ્યો રીક્ષા ચાલક લેતા દેખાઈ આવેલ. ત્યારબાદ સદર રીક્ષાનો રજી.નં. GJ-33-U-1522 શોધી ટેકનિકલ એનાલિસિસથી ગણતરીની કલાકોમાં જ રોકડ રૂપિયા અરજદારને પરત અપાવી આગળની ધોરણસરની કાર્યવાહી માટે બોટાદ પોલીસ સ્ટેશનનાઓને સોંપેલ. આમ, અરજદારને પોતાનાં રોકડ રૂપિયા પરત મળી જતા બોટાદ જીલ્લા પોલીસનો આભાર વ્યક્ત કરેલ,રોકડ રૂપિયા ૪,૦૦૦/- અરજદારને પરત કરેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.