"પાડો ચરવા જાય તો ભેંસ માટે ભારો ન લાવે" અમરેલી જિલ્લા નું રાજકારણ આવા ભાઈ હરખા આપણે બેય ભાઈ સરખા કુદરત ની અનુપમ ભેટ અફાટ કુદરતી સંપત્તિ અમરેલી જિલ્લા ને મળી પણ મુઠી ભર લોકો એ ખાધું પીધું ને રાજ કર્યું જિલ્લા ના અનેક સિનિયર નેતા ઓની કારકીર્તિ ઉપર પૂર્ણ વિરામ મુકવાનું પાપ તો લાગે જ હવે ધી ના ઠામ માં ધી પાડી દયો બાપ આખિર બાપ હોતા હૈ સિનિયરો એ ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર થોડા થાય ? - At This Time

“પાડો ચરવા જાય તો ભેંસ માટે ભારો ન લાવે” અમરેલી જિલ્લા નું રાજકારણ આવા ભાઈ હરખા આપણે બેય ભાઈ સરખા કુદરત ની અનુપમ ભેટ અફાટ કુદરતી સંપત્તિ અમરેલી જિલ્લા ને મળી પણ મુઠી ભર લોકો એ ખાધું પીધું ને રાજ કર્યું જિલ્લા ના અનેક સિનિયર નેતા ઓની કારકીર્તિ ઉપર પૂર્ણ વિરામ મુકવાનું પાપ તો લાગે જ હવે ધી ના ઠામ માં ધી પાડી દયો બાપ આખિર બાપ હોતા હૈ સિનિયરો એ ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર થોડા થાય ?


"પાડો ચરવા જાય તો ભેંસ માટે ભારો ન લાવે" અમરેલી જિલ્લા નું રાજકારણ આવા ભાઈ હરખા આપણે બેય ભાઈ સરખા

કુદરત ની અનુપમ ભેટ અફાટ કુદરતી સંપત્તિ અમરેલી જિલ્લા ને મળી પણ મુઠી ભર લોકો એ ખાધું પીધું ને રાજ કર્યું જિલ્લા ના અનેક સિનિયર નેતા ઓની કારકીર્તિ ઉપર પૂર્ણ વિરામ મુકવાનું પાપ તો લાગે જ

હવે ધી ના ઠામ માં ધી પાડી દયો
બાપ આખિર બાપ હોતા હૈ સિનિયરો એ ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર થોડા થાય ?

અમરેલી જિલ્લા નું રાજકારણ ભલે નેતૃત્વ માટે મહા મુત્સદી ગણાતું હોય પણ વૈદ ના ખાટલે દરજી ના ફાટલે જેવી સ્થિતિ છે ઘર ના ધંટી ચાટે ને પુરોહિત ને આંટો આપવા જેવું છે આઝાદી ના ૭ દાયકા વીત્યા છતાં અમરેલી જિલ્લા ને પ્રાથમિક બુનિયાદી સુવિધા માટે વલખા મારવા પડે તે નબળી નેતા ગિરી કહેવાય
પેટ માટે પોટકા ઉપાડવા મજબુર જનતા માટે વિચારવું જોઈ એ
અમરેલી જિલ્લા ની જનતા એ મત આપી જમીન થી આસમાન સુધી જેની શાન વધારી તે નેતા ઓ એ અમરેલી જિલ્લા ની જનતા માટે કર્યું છે શું ?
બાંકડા અને બસ સ્ટેન્ડ ના છાપરા બકરા ઉભા રહે તેવા કામો સિવાય શુ ? વર્ષો થી વાહ વાહી મેળવી
અમરેલી જિલ્લા ના ખરા ઘડવૈયા કાઢીયાવાડી દિવાન વિઠલરાવ દેવાજી દીર્ઘદ્રષ્ટા શ્રીમંત સરકાર ગાયકવાડ વખત ની જે વ્યવસ્થા હતી તેમાં નેતા ઓએ વધારો શુ કર્યો ?
પેટ તો કાગડા કૂતરા ના ભરાય છે ભૂખ્યા તો એ પણ નથી સુતા પોતા ની બેફામ સંપતિ ઓ વધ્યા જનતા ની હામદાની રોજગારી ઉન્નતિ કેમ ન થઈ ?
૬૭૬૦ ચો કિમિ ના અમરેલી જિલ્લા ને કુદરતે અનુપમ ભેટ રૂપે બેસુમાર ખનીજ સંપતિ બોકસાઈડ ગુલાબી પથ્થર માઈલ પટ્ટી થી લઈ ચુના આરસ ચિરોડી સિમેન્ટ ધંટી ના પથ્થર થી લઈ કપડાં ધોવા માટે રાજુલા ના પાણાં બાંધકામ સંલગ્ન અનેક અનેક માલસમાન ગેસ બીજાક્ષારો જંગલી પેદાશો વાંસ ઘાસ લાખ પશુઘન સમુદ્ર આપ બળે આગળ વધેલ વાણિજ્ય હીરા ઉદ્યોગ જેવા ક્ષેત્રે નેતા ઓનું શુ યોગદાન જિલ્લા ના ૬૦૦ ઉપરાંત ગામડા ઓ ૩૩.૩૮૮ કિમિ વન્ય વિસ્તાર ૬૪ કિમિ દરિયાકાંઠો ૪ બંદર ૩૦૦ કિમિ થી વધુ રેલવે લાઈનો ૪૩ જેટલા રેલવે સ્ટેશન ૧ સિવિલ હોસ્પિટલ ૧૦ જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ૩૦ થી વધુ પી એ સી ૨૫ જેટલા પશુ દવાખાના ૪૫૦ જેટલી વ્યા ભા ની દુકાનો ૮૦૦ જેટલી પ્રા શા ૩૦ જેટલી ઉચ્ચતર શાળા ૧૧ કોલેજો ૧૩૦ જેટલી માધ્યમિક શેત્રુજી ઘાતરવડી શિંગોડા સાતલ્લી વડી ઠેબી નદી ૩૭૭૭૦ હેકટર જેવી જમીન સિંચાઈ હતી એની એજ સ્થિતિ માં કોઈ મોટા ઉદ્યોગ રોજગાર હુન્નર કૌશલ્ય ખરા? સૌથી વધુ માઈગ્રેશન હિજરત થતા અમરેલી જિલ્લા માં સૌથી પછાત લાઠી તાલુકા ના ગામડા ખાલીખમ સતા ના આધિપત્ય સ્થાપવા માં રચ્યા પચ્યા નેતા ઓના લેટર પેડ એટલા બધા શક્તિ શાળી હોય તો કેટલાય વિકાસ કામો ન થયા હોય ? રૂટિન મુદા ઓને સ્વમાન સાથે જોડી રાય નો પર્વત કરતા નેતા ઓએ જિલ્લા ની જનતા માટે પણ જાગવા ની જરૂર છે છેલ્લા દસ દિવસ થી બનાવટી લેટર કાંડ ને મુદા ને લઈ હોહા મચાવતા નેતા ઓ ભાજપ ના હોય કે કોંગ્રેસ ના જિલ્લા માટે આટલી શક્તિ સામર્થ્ય નો ઉપીયોગ કરાય તો ? અમરેલી જિલ્લા માં સંસ્કૃતિક ની પ્રેરણા પ્રાચીન સ્મૃતિ સ્મારક સદાવ્રત ધાર્મિક તીર્થ સ્થાન વિશિષ્ટ વ્યક્તિ ઓ સ્મરણીય સંતો અસંખ્ય માનવ રત્નો સમર્થ ચિંતક સ્વાતંત્ર્ય સેનાની ઓ ત્યાગ મૂર્તિ ઓ ઉદાર દિલ દાતા કલા કસબી ગૌરવંત નારી રત્નો સામાજિક અગ્રણી સમર્પિત સમાજ સેવી વિવિધ ક્ષેત્રે મૂલ્યવાન આભૂષણ સમાં આગેવાનો થયા જેને કારણે અમરેલી જિલ્લા ને અદબ થી યાદ કરાય રહ્યો છે પણ અત્યારે આવા વિશાળ નેતૃત્વ નો દુષ્કાળ દેખાઈ રહ્યો છે કારણ સિનિયર નેતા ઓને હાંસિયા માં ધકેલી દેવા નું પાપ એકબીજા ને પાડી દેવા ની વંટાળ પ્રવૃત્તિ એ વેગ પકડ્યો છે ત્યારે છેલ્લા દસ દિવસ થી સમગ્ર દેશ દુનિયા માં થુથું કરતા આ પ્રકરણ ને વધુ ને વધુ ચગાવી શુ મળશે થોડો ઘણો ફાયદો થશે એ નેતા ઓને થશે તેમાં જનતા ને શુ મળશે ? શાંત પાણી માં પથ્થર ફેકવા થી ડોહોળાય જ રાજકીય ઇચ્છા શક્તિ એ તંત્ર એ ખોટું કર્યું નેતા ઓની આબરૂ તો નહોતી પણ સાથો સાથ તંત્ર ની પણ આબરૂ લઈ આવા વામણા નેતા ઓને રાજી રાખવા તંત્ર એ બંધારણ અને કાયદા નીતિ મુજબ ચાલવું જોઈ પણ તેમ ન કરી તંત્ર એ ખોટી ખુશામત કરી દીકરી ને અન્યાય થયો સ્ત્રી સ્વાભિમાન ની રક્ષા ન થઈ ઘણું ઘણું થયું હવે ન્યાય માટે તપાસપંચ સીટ રચાય લેટર બનાવટી હોય કે અસલ જેને નેતિક હિંમત ન હોય તેણે આવો સહારો લેવો પડે તેવા નેતા ઉપર ભરોસો પણ કેમ કરાય ? અમરેલી જિલ્લો પછાત રહ્યો છે તેનો છડેચોક એકરાર લોકસભા ના પૂર્વ સાંસદ ખુદ કરી ચુક્યા છે ત્યારે સવાલ એ છે કે ૧૫ વર્ષ પછી સાંસદ પોતે કહે કે અમરેલી જિલ્લો પછાત છે તેના માટે જવાબદાર કોણ ? ૧૫ પૈસા ના પોષ્ટ કાર્ડ થી ૧૫ વર્ષ રાજ કરી જનારે જિલ્લા ની આમ જનતા માટે શું કર્યું ? જિલ્લા માં ક્યારેય કોઈ નેતા ઉપર આક્ષેપો નથી થયા એવું નથી કૃષિ ઓજાર વિતરણ જમીન સંપાદન મગફળી ખરીદી બોરીબંધ જેવા અનેક કામો માં ભૂતકાળ માં આક્ષેપો થયા છે કોઈ દૂધે ધોયેલા નથી આ કંઈ નવી વાત નથી
પણ જ્યારે જ્યારે જિલ્લા ની ભોળી જનતા સાથે વિશ્વાસ ઘાત કે અન્યાય થયો ત્યારે ત્યારે કુદરતે આવી રીતે સ્વભાવ અને પ્રભાવ પાડી ને ન્યાય કર્યો છે
ભાજપ હોય કે કોંગ્રેસ સતા ના મદ માં જ્યારે ઉન્માદ કરતા નેતા જન હિત થી વિપરીત સ્વહિત સાધવા પ્રત્યન કર્યા ત્યારે અજ્ઞાત શક્તિ એ આવા વામણા નેતા ઓને હાંસિયા પાછળ ધકેલાય ગયા ના અનેક ઉદારણ છે અત્યારે જે લેટર કાંડ સર્જાયો તેમાં સતા ઉપર આધિપત્ય સ્થાપવા અધિરા બનેલ દુર્યોધન ને સતધારી પક્ષ ના વરિષ્ઠ વડીલો ભલે કંઈ ન બોલ્યા પણ મીડિયા એ ખુલ્લી ને લોકશાહી ના આલબેલ તરીકે આલોચના ની ભૂમિકા ભજવી પોલીસે થુંકી ચાટવા જેવી સ્થિતિ થઈ હપ્તા ની વાત ને પુષ્ટિ અને સમર્થન મળ્યું ૪૦ થી વધુ વાહનો અને ત્રણ કરોડ થી વધુ નો મુદ્દામાલ ઝડપાયો માત્ર એક દિવસ માં આટલું બધુ મળ્યું હોય તો ગેરકાયદેસ આ પ્રવૃત્તિ તો વર્ષો થી ચાલે છે સરકાર ને કેવડું નુકશાન ગયું હશે ? કલ્પના કરો લેટર ભલે બનાવટી હોય પણ આક્ષેપો માં તથ્ય હતું લેટર કાંડ માં જેટલી તત્પર બતાવી એટલી ખનન મુદ્દે તંત્ર એ દેખાડી હોય તો વાહવાહી થઈ ગઈ હોય તંત્ર એ નિષ્પક્ષ રીતે કામ કર્યું હોય તો ? પરિણામ જુદું હોત આમ જનતા માં તો ત્યાં સુધી કહેવાય છે કે આ પાપ નો ઘડો ફૂટવા નો હતો જ કેમકે લોકસભા ટીકીટ માટે જિલ્લા ના તમામ ધારાસભ્યો એ સાંસદ કાયમ તેમને પૂછી ને પાણી પીવે તેવી ગોઠવી કરી હતી જિલ્લા ના તમામ સિનિયરો નેતા ઓનો પ્રભાવ અને સ્વભાવ પાડી દેવા અનેક સારા કર્મઠ કાર્યકરો નેતા ઓના ઉજળા ભવિષ્ય ઉપર પૂર્ણ વિરામ નું પાપ આખરે છાપરે ચડી ને પોકારતા લેટર કાંડ મુદ્દે અનેક નારાજ નેતા અંદર ખાને ખુશ થઈ મન માં મુસ્કાય રહ્યા છે સતા નો આટલા બધો ઉન્માદ સારા નહિ શરીર અને સમાજ બંને માટે નુકશાન કરતા બને છે અમરેલી જિલ્લા ના વિકાસ માટે સારા સામાજિક સંવાદિતા ના હિમાયતી બધા ને સાથે લઈ ને ચાલે તેવા નેતા ઓનો દુષ્કાળ વર્તાય રહ્યો છે ત્યાગ મૂર્તિ ખોડીદાસ ઠક્કર સિવાય બહુ ઓછા નેતા છે કે જિલ્લા માટે કોઈ દુરંદેશી પૂર્વક આયોજન કર્યું છે અમરેલી ના મોટા ભાગ ના નેતા ઓ
"પાડો ચરવા જાય તો ભેંસ માટે ભારો ન લાવી" એ ચરી ને આવે તે યુક્તિ એ સૌ કોઈ સૌનો વિકાસ કર્યો છે પણ અતિ મહત્વ ની વાત એ છે કે અમરેલી જિલ્લા માં આયખું અર્પણ કરી પક્ષ પાર્ટી માટે સમર્પિત નેતા ઓની તાણ નથી પણ તેને પાડી દેવા નું પાપ કરાયું અમરેલી જિલ્લા માં ભાજપ કોંગ્રેસ બંને પક્ષે પાસે ડઝનબધ બુદ્ધિ શાળી મુત્સદી નેતા ઓ છે પણ જેને આંગળી પકડી ને આવ્યા હોય તેને પગથિયું બનાવી સતા ના મદ ધૂતરાષ્ટ્ર ની જેમ મહત્વ કાંક્ષાએ દુર્યોધન ને દેદિત્યમાન જોવા ના છુપા આશીર્વાદ હોય અને વડીલો એ જેનું અન્ન આરોગ્યું હોય એટલે બોલી ન શકે એથી મહાભાજપ માં મહાભારત સર્જાય ને ? આ ક્યાં કોંગ્રેસ નું છે એકજ કૂળ નો કજીયો છે એને મોવડી મંડળ નહિ ઠારે તો આ યુદ્ધ લાંબુ ચાલશે અને પ્રજા ભારે પીડાશે ધી ના ઠામ ધી પાડી દયો દૂધે ધોયેલા કોઈ નથી બાપ આખિર બાપ હોતા હૈ સિનિયર નેતા ઓને સાઈડ લાઇન કરવા ના પાપ નું પ્રાયશ્ચિત કરી લો

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.