રાજકોટ મકરસંક્રાતિના તેહવાર નિમિત્તે ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધ એ.ડીવીઝન.
રાજકોટ શહેર તા.૧૦/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનના P.I આર.જી.બારોટ એ.ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓની સૂચનાથી આજરોજ એ.ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ, હાલ મકરસંક્રાતિનો તેહવાર નજીક આવતો હોય જેથી ચાઇનીઝ દોરા નો ઉપયોગ ન કરવો તેમજ પતંગ ચગાવતી વખતે ધાબા ઉપર ધ્યાન રાખવું અને પતંગ લૂંટવા ભાગદોડ નાં કરવી. સાયકલ અથવા બાઈક ચલાવતી વખતે દોરાથી બચવા સેફ્ટી બેલ્ટ બાંધવો અથવા વાહન પર સેફ્ટી ગાર્ડ લગાવવા સુચના કરવામાં આવી તેમજ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓને ચાઈનીઝ દોરી તેમજ ચાઈનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધ ફરમાવેલ હોય. જેથી ચાઈનીઝ દોરી તેમજ ચાઈનીઝ તુક્કલ વેચવું નહીં તેમજ ખરીદવું નહીં અને જો કોઈ વેચતું હોય તો પોલીસને જાણ કરવા માટે સૂચના કરવામાં આવી.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.