સુઈગામ ઘટકના મોરવાડા, ભરડવા, બેણપ અને ઉચોસણ સેજામાં પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો.
બનાસકાંઠા આઇ.સી.ડી.એસ શાખા દ્રારા સુઈગામ તાલુકાના ઉચોસણ, બેણપ, મોરવાડા, ભરડવા સેજા મા વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું
મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે. બાળકો, કીશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષીત બને તે માટે તેઓના રોજીંદા આહારમાં પૌષ્ટિક ખાધ્યોનો ઉપયોગ થાય તે ખુબ જરૂરી છે.
બાળકો, કીશોરીઓ, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ માટે જરૂરી કેલરી પ્રોટીન અને સુક્ષ્મ પોષકતત્વો યુક્ત ટેક હોમ રાશન (માતૃ શક્તિ, બાલ શક્તિ, અને પુર્ણા શક્તિ) દર માસે વિના મુલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરીયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પુરૂ પાડવા માટે આપવામાં આવે છે.
મિલેટ (શ્રી અન્ન) નાના દાણા વાળા ધાન્ય પાકોનું જુથ છે. જેમાં વિવિધતા સભર પાકો જેવા કે, બાજરીમ જુવાર, નાગલી (રાગી), કાંગ, ચેણો, બંટી (સામો), કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે. જેમાં મોટા ભાગના પાકોનું મુળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે. મિલેટ (શ્રી અન્ન) આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે. ટેક હોમ રાશન (માતૃ શક્તિ, બાલ શક્તિ, અને પુર્ણા શક્તિ), મિલેટ (શ્રી અન્ન) તેમજ સરગવા જેવા પૌષ્ટીક ખાધ્યો મદદથી પૌષ્ટીક વાનગી/ખોરાકની રોજીંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભ આશયથી પોષણ યુક્ત વાનગીઓ અંગેના જુદા-જુદા સ્તર પર પૌષ્ટીક વાનગી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જે કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા આઈ.સી.ડી.એસ શાખાના સુઈગામ ઘટક ના બેણપ, ભરડવા ઉચોસણ, મોરવાડા સેજા ના આંગણવાડી કેન્દ્ર.. મા આજ રોજ સેજા કક્ષાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.