રાજકોટ: પતંગ દોરીથી મનુષ્ય,પશુ પક્ષીને થતા નુકસાનને અટકાવવા બાળકો દ્વારા જાગૃતતા લાવવા નાટકો અને રેલી યોજાઈ
ઉતરાયણ ના તહેવારને લઈને રાજકોટ પોલીસ, RTO અને અર્પિત ઇન્સ્ટિટયૂટના સંયુક્ત ઉપક્રમે મનુષ્ય તથા પશુ પક્ષીને થતા નુકસાનને અટકાવવા નાટકો અને રેલી યોજવામાં આવી હતી. તેમજ અર્પિત ઇન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ચારથી વધુ નાટકો જેમ કે દોરીથી ગળું કપાઈ જવુ, પક્ષીઓને ઈજા થવી, અગાસી પરથી પડી જાય તેવા નાટકોથી લોકોમાં જાગૃતતા આવે. આ ઉપરાંત વાહન ચાલકોએ ઉતરાયણના તહેવારના દિવસે સાવચેતી રાખવી જોઈએ. જેમ કે ગળામાં મફલર, સેફટી ગાર્ડ વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. પક્ષીઓને બચાવવા માટે વહેલી સવારે અને સાંજના સમયે પતંગ ઉડાડવાનું ટાળવું જોઈએ. આ દરમિયાન લોકોએ મનુષ્ય અને પશુ પક્ષીની સલામતી જાળવવી જોઈએ.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.