પ્રયાગરાજ મહાકુંભ મેળામાં રાણપુરના નાગનેશધામ મોટામંદીર તરફથી સેવા કેન્દ્ર ખાલસા ખોલવામાં આવશે
પ્રયાગરાજ મહાકુંભ મેળામાં રાણપુરના નાગનેશધામ મોટામંદીર તરફથી સેવા કેન્દ્ર ખાલસા ખોલવામાં આવશે...
આગામી પ્રયાગરાજ મહાકુંભ મેળામાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ધામ તરફથી સેવા કેન્દ્ર ખાલસા ખોલવામાં આવશે આગામી પ્રયાગરાજ મહાકુંભ ૨૦૨૫ માં શ્રી મોટા રામજી મંદિર નાગનેશ ધામ તરફથી પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી પતીત પાવનદાસજી મહારાજ ના સાનિધ્યમાં પ્રયાગરાજ મહાકુંભ મેળામાં સતત એક માસ સુધી અન્નક્ષેત્ર અને સેવા કેન્દ્ર ખોલવામાં આવનાર છે. અખિલ ભારતીય અખાડા પરિષદ તરફથી પૂજ્ય બાપુને કુંભમેળામાં અન્નપૂર્ણા રોડ અને નાગ વાસુકી રોડના ચાર રસ્તા ઉપર ત્રણ વીઘા જેટલી વિશાળ જગ્યા ફાળવવામાં આવેલ છે અને આ જગ્યામાં વિશાલ ટેન્ટ અને ડોમ ઉભો કરી કોઈપણ જાતના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર કોઈપણ ભક્તજનોને ચા પાણી નાસ્તો અને ભોજન રાત્રિના એક વાગ્યા સુધી એક માસ સુધી આપવામાં આવનાર છે. આ અખિલ ભારતીય ચિત્રકૂટ ધામ ઝાલાવાડ ખાલસા નાગનેશ ધામ ના નેજા હેઠળ આ સેવા કેન્દ્ર ચાલશે આ સેવા કેન્દ્રના મુખ્ય દાતા શ્રી સુરજીતસિંહ વખતસિંહ ગોહિલ ગામ ખસ્તા છે ખાસ કરી અને એક નવો ઇતિહાસ નું સર્જન થવા જઈ રહ્યું છે પરમ પૂજ્ય બાપુના સંકલ્પ થકી આ ક્ષેત્રમાં થી ૫૫ કરોડ રામનામ લેખન કરી અને તેની ૪૮,૦૦૦ જેટલી પુસ્તિકાઓ કુંભમેળામાં લઈ જવામાં આવી છે અને ત્યાં તમામ ભાવિકભક્ત જનો માટે દર્શન માટે આરામ નામ ૫૫ કરોડ મૂકવામાં આવશે અને તેની શોભા યાત્રાને કાઢી અને કુંભ મેળા ના ઈતિહાસમાં પ્રથમ વખત આવા આ બનાવ બનતો હોવાથી પ્રવિણસિંહ ગોહિલ ના સંકલન અને શ્રી હાલોભા રણજીતસિંહ ચુડાસમા ના મનોરથ થકી વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવશે..
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.