HMPV: ગુજરાતની સ્કૂલોમાં શરદી-ખાંસીવાળા બાળકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું - At This Time

HMPV: ગુજરાતની સ્કૂલોમાં શરદી-ખાંસીવાળા બાળકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું


એચએમપીવી વાયરસની ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. આ વાયરસ બાળકો અને વૃદ્ધોને સૌથી પહેલા ઝપેટમાં લઈ રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ સહિત અનેક શહેરોની શાળામાં શરદી, ખાંસી કે તાવ જેવા લક્ષણો હોય તેવા વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું હતું.
ઉપરાંત સ્કૂલોમાં પણ ન આવવા તાકીદ કરવામાં આવી હતી. રાજ્યમાં કેટલીક સ્કૂલોમાં સ્કૂલ દ્વારા શરદી, ખાંસી કે તાવના કારણે બાળક ગેરહાજર હોય તો વાલીઓને બાળક જ્યાં સુધી સાજાના થાય ત્યાં સુધી ઘરે રાખવા જ સૂચના આપવામાં આવી હતી.
સ્કૂલમાં અભ્યાસ કરતા કોઈ બાળકને સ્કૂલમાં શરદી, ખાંસી જેવા લક્ષણ દેખાય તો તે બાળકને અલગ કરીને ઘરે મોકલી દેવામાં આવે છે અને જ્યાં સુધી તબિયતમાં સુધારો ના થાય ત્યાં સુધી સ્કૂલે ન આવવા જણાવવામાં આવ્યું હતું.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.