ખેલ મહાકુંભમાં ભાગ લેવા જવું કે પરીક્ષા આપવી, યુનિ.ના વિદ્યાર્થીઓમાં મૂંઝવણ - At This Time

ખેલ મહાકુંભમાં ભાગ લેવા જવું કે પરીક્ષા આપવી, યુનિ.ના વિદ્યાર્થીઓમાં મૂંઝવણ


પરીક્ષાની તારીખ બદલવા, એક્સટર્નલ પ્રક્રિયા શરૂ કરવા CYSSની માગ

ખેલ મહાકુંભ દરમિયાન પરીક્ષા તારીખો આવતા તેમાં ફેરફાર કરવા અને એક્સટર્નલ એડમિશન પ્રક્રિયા શરૂ કરવા સહિતના વિવિધ મુદ્દે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખેલ મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં 20થી વધુ રમતગમત છે અને ઘણા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમ 20મી તારીખ સુધી ચાલુ રહેવાનો છે. બીજી બાજુ યુજી સેમેસ્ટર-1 અને પીજી સેમેસ્ટર-1ની પરીક્ષાઓ 16મી તારીખથી શરૂ થવાના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કારણ કે, તેઓ બંનેમાં યોગ્ય રીતે ભાગ લઈ શકતા નથી.

યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષાઓને 4-5 દિવસ મોડી કરવામાં આવે તો વિદ્યાર્થીઓને તેમની રમતગમત અને અભ્યાસની જવાબદારીમાં સંતુલન રાખવામાં મદદ મળશે. આ ઉપરાંત, યુનિવર્સિટીના એક્સટર્નલ વિભાગની એડમિશન પ્રક્રિયા હજી સુધી શરૂ કરવામાં આવી નથી. આના કારણે જેમને નોકરી સાથે અભ્યાસ કરવાનું પસંદ કર્યું છે તે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.