ઈંગ્લેન્ડ દેશનાં લંડન નાં પીનર માં શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરનો મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
ઈંગ્લેન્ડ દેશનાં લંડન નાં પીનર માં શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરનો મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
ઈંગ્લેન્ડ દેશનાં લંડન નાં પીનર માં શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરનો મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
ઈંગ્લેન્ડ દેશનાં લંડન ખાતે નાં પીનર માં મુળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીનુ સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર વડતાલ ધામ પીનર તૈયાર થયું છે.વિદેશનાં વૈભવી જીવનમાં પણ ભારતીય સનાતન સંસ્કૃતિના સંસ્કારો આવતી પેઢીઓ માં જળવાઈ રહે એ હેતુસહની ઈંગ્લેન્ડ લંડનનાં ભક્તોની માંગણી થી વડતાલ ગાદીના પ.પુ.૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રીના આશીર્વાદથી
પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પુ. નાના લાલજી મહારાજ શ્રી પુષ્પેદ્રપ્રસાદજી મહારાજ શ્રી
બાળ લાલજી શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજ, તથા બાળ લાલજી શ્રી દિગ્વિજયેન્દ્રપ્રસાદજી મહારાજ સહિત ધર્મકુળ પરીવાર ના સાંનિધ્યમાં વિદ્વાન વિપ્રો દ્વારા વેદોક્ત વિધિ સાથે શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર નો સુંદર મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.૫/૧/૨૫ નાં રોજ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. તા.૪/૧/૨૫ નાં રોજ ઠાકોરજી અને ધર્મકુળની પીનર શહેરમાં જીરો ડ્રીગ્રી તાપમાનમાં પણ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જેમાં લંડનનાં રાજકીય આગેવાનો કોનઝર્વેટીવ પાર્ટી નાં કાઉન્સિલર કુહા કુમારાન, તથા કાઉન્સિલર જેનેટ મોટે- હેરો. હિતેશ કેરાઈ-પીનર મેથવ ગુડવીન,સમિર કુમારીયા-કેન્ટન
લીબર્ટી પાર્ટીનાં લંડન એસેમ્બલી મેમ્બર કુપેશ હિરાણી તથા નવીન શાહ - CBE ચેરમેન of લંડન એસેમ્બલી તથા વેસ્ટ હેરો મેયર રેખા શાહ તથા હેરો મેયર અજય મારૂ કાઉન્સિલર નિતિન પારેખ
સાથે બ્રિટિશ હિન્દુ યુથ પ્રમુખ શ્રીવેલજી વેકરિયા આદિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે ભારતનાં વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ પ્રતિષ્ઠા મહોત્સવ માં પત્ર લખીને શુભકામનાઓ પાઠવી હતી.
આ મહોત્સવમાં ભારત, અમેરિકા, કેનેડા, જર્મની, આદિક દેશોથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીમદ્ સત્સંગિજીવન કથા નું આયોજન તા.૩૧/૧૨/૨૪ થી તારીખ.૪/૧/૨૫ સુધી કરવામાં આવ્યું હતું જેમાં ગઢપુરનાં શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી એ કથાનું રસપાન કરાવ્યું હતું.આ પ્રસંગે ઈંગ્લેન્ડ જેવા દેશમાં જીરો ડ્રીગ્રી તાપમાનમાં પણ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે પ.પુ.અ.સૌ.ગાદીવાળા માતૃશ્રી સહિત બન્ને
અ.સૌ. વહુજી મહારાજશ્રી તથા બાબા રાજા શ્રી તથા શ્રી લાલીરાજા શ્રી પધારી બહેનો નેં સત્સંગનો લાભ આપ્યો હતો.સાથે મંદિર ખાતે મહોત્સવ માણવા પધારતા ભક્તો માટે લંડન નાં મહિલા મંડળ દ્વારા સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ લંડન પીનરની યાત્રા માં જુનાગઢથી શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી, સ્વામી ભક્તિ કિશોરદાસજી વડતાલથી સ્વામી ભક્તિનંદનદાસજી,
સ્વામી કૈવલ્ય સ્વામી તથા શા.સ્વા.શ્રી સર્વમંગલદાસજી, શ્રીજનમંગલભગત સહિત જોડાયા છે. અને સત્સંગ કથા નો લાભ આપ્યો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.