લીલીયા તાલુકાના ઢાંગલા પ્રાથમિક શાળામાં ચાલતુ મધ્યાન ભોજન કેન્દ્ર થયું શરૂ - At This Time

લીલીયા તાલુકાના ઢાંગલા પ્રાથમિક શાળામાં ચાલતુ મધ્યાન ભોજન કેન્દ્ર થયું શરૂ


લીલીયા તાલુકાના ઢાંગલા પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાન ભોજન કેન્દ્ર નંબર 14 ના સંચાલક,રસોયા અને મદદનીશ દ્વારા રાજીનામું આપી દેતા ઘણા સમયથી આ મધ્યાન ભોજન કેન્દ્ર બંધ રહેલ હતું ત્યારે બાળકો પૌષ્ટિક ભોજનથી વંચિત રહેતા હતા જે બાબત ની લીલીયા મામલતદાર કે.બી.સાંગાણી ને જાણ થતા આ બાબતે અંગત રસ દાખવી અને બાળકો પૌષ્ટિક ભોજનથી વંચિત ન રહે તેવા શુભ હેતુથી આ મધ્યાન ભોજન માં સરકારશ્રીના નિયમ મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હોય જે અન્વયે આ મધ્યાન ભોજનમાં જગ્યા ભરતી થયેલ હોય જે પ્રક્રિયામાં તાલુકા વિકાસ અધિકારી,(TPO)તાલુકા શિક્ષણ અધિકારી ની કમિટી દ્વારા સરકારશ્રીના નિયમ મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ અને આ મધ્યાન ભોજન ને શરૂ કરવામાં આવેલ અને બાળકોને બપોરનું ભોજન સમયસર મળી રહે તેવા સુંદર પ્રયાસ લીલીયા મામલતદાર કે.બી.સાંગાણી દ્વારા કરવામાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન.એ.પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.