વિરપુર પોલીસ દ્વારા આત્મહત્યા કરવા જઈ રહેલી મહિલા નું રેસ્ક્યુ કરવામાં આવ્યું…. - At This Time

વિરપુર પોલીસ દ્વારા આત્મહત્યા કરવા જઈ રહેલી મહિલા નું રેસ્ક્યુ કરવામાં આવ્યું….


મહીસાગર લુણાવાડા પોલીસ અધ્યક્ષ જયદીપસિંહ જાડેજા ની સુચના અન્વયે ગુમ અપહરણ થયેલ વ્યક્તિ બાળકોને શોધી કાઢવા માટે તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સીનીયર સીટીઝનો ની અવારનવાર મુલાકાત લઈ તેઓ પ્રત્યે સારો માનવીય અભિગમ દાખવી યોગ્ય મદદ કરવા આપેલ સૂચના અન્વયે વી.આર.સોનારા પો. ઇન્સ વીરપુર પોલીસ સ્ટેશન ના પો.સ્ટે ના અધિકારી માણસોને આ બાબતે પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચના આપેલ જેની લઈને તારીખ ૦૮/૦૧/૨૦૨૫ ના રોજ વીરપુર પોલીસ પો.સ.ઇ. એસ.બી .ઝાલા નાઓ પો.સ્ટે ની સી ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિયમ દરમિયાન કોયલા ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે માહિતી મળેલ કે એક વૃદ્ધ મહિલા આદેશમાં આવી કોઈલા સુજલામ સુફલામ કેનાલ તરફ કેનાલમાં પડવા ગયેલ છે તેવી માહિતી મળતા જ પો.સ.ઇ એસ.બી.ઝાલા નાઓ પો.સ્ટે ની સી ટીમ સાથે તાત્કાલિક કોયલા ગામની સીમામાં પહોંચ્યા હતા તે દરમિયાન તપાસ કરતા વૃદ્ધ મહિલા સુમિત્રાબેન કનુભાઈ દરજી ઉ.વ.૭૨ રહે. તાલુકાની શાળાની બાજુમાં વિરપુર તા. વિરપુર જી. મહીસાગર આ વૃદ્ધ મહિલા મળી આવેલ તેઓ મહિલા ખૂબ જ ગુસ્સામાં હતા અને જીવવા માંગતા ન હતા મને મરી જવા દો તેવું કહેતા હોય તેઓનું કાઉન્સીલીંગ તેઓને સી ટીમ ના મહિલા કર્મચારીઓ તરફતે સહી સલામતે તે જગ્યા એથી રેસ્ક્યુ કરી પોલીસ સ્ટેશન ખાતે લાવી તે ના વાલી વારસની તપાસ કરતા તેના પુત્ર મહેશકુમાર કનૈયાલાલ દરજી મળી આવેલ તેઓની પૂછપરછ કરતા મળી આવેલ મહિલા પોતાની માતા હોવાનું અને તેઓ ગઈકાલે સાંજે થી માનસિક અસ્થિરતાના કારણે ઘરેથી નીકળી ગયેલ હોય તેમની શોધ ખોળ કરેલ હોવાનું જણાવેલ જેથી વૃદ્ધ મહિલા ને સારી રીતે સાચવવાની સૂચના આપી તેના પુત્રને હેમખેમ રીતે સોંપવામાં આવેલ....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.