દીપશાળા પ્રોજેકટ અંતર્ગત મોંઘીબા પ્રાથમિક શાળા વડિયામાં વાલી મિટિંગ અને ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો - At This Time

દીપશાળા પ્રોજેકટ અંતર્ગત મોંઘીબા પ્રાથમિક શાળા વડિયામાં વાલી મિટિંગ અને ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો


દીપશાળા પ્રોજેકટ અંતર્ગત મોંઘીબા પ્રાથમિક શાળા વડિયામાં વાલી મિટિંગ અને ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્લાની કુંકાવાવ તાલુકાની મોંઘીબા પ્રાથમિક શાળા વડિયામાં સંવિદ વેન્ચરના સહયોગથી દીપશાળા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેકટના દાતા શ્રી ભરત દેસાઈ સાહેબ દ્વારા આજરોજ વડિયા મુકામે મોંઘીબા પ્રાથમિક શાળામાં ધોરણ સાત ના 39 વિદ્યાર્થીઓ અને ધોરણ આઠ ના નવા 5 વિદ્યાર્થીઓને એમ કુલ 44 વિદ્યાર્થીઓને આજે ટેબલેટ આપવામાં આવ્યા. ટેબલેટ વિતરણ જીલ્લા પંચાયત સદસ્યશ્રી વિપુલભાઈ રાંક અને તાલુકા ભાજપ મહામંત્રીશ્રી શૈલેષભાઈ ઠુંમર ના હસ્તે કરવામાં આવેલ. દીપશાળા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અલ્તાપખાન દ્વારા શિક્ષણમાં ટેબલેટનો ઉપયોગ અને જવાબદારી વિશે સમજ આપવામાં આવી.શાળાનાં આચાર્ય શ્રી લાલજીભાઈ સિંધલ અને સર્વે શાળા પરિવારે દાતાશ્રી ભરતભાઈ દેસાઈ સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.