રાજકોટ પ્રતિબંધીત ચાઈનીઝ દોરી સાથે એક ઈસમને પકડી પાડતી બી.ડીવીઝન પોલીસ. - At This Time

રાજકોટ પ્રતિબંધીત ચાઈનીઝ દોરી સાથે એક ઈસમને પકડી પાડતી બી.ડીવીઝન પોલીસ.


રાજકોટ શહેર તા.૮/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા ઈસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે P.I એસ.એસ.રાણે બી.ડીવીઝનના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના જે.આર.સોલંકી, ક્રિપાલસિંહ જાડેજા, અનિલસિંહ ગોહિલ, વિશ્વજીતસિંહ ઝાલા, રાજદિપભાઈ પટગીર, વિનોદભાઈ પરમાર, મનજીભાઈ ડાંગર, હાર્દિકભાઈ ગાજીપરા નાઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વિશ્વજીતસિંહ ઝાલા, ક્રિપાલસિંહ જાડેજા ને મળેલ ખાનગી બાતમી આધારે ભગવતીપરા પુલ નીચેથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની રીલો સાથે ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રાજેશ ઉર્ફે રાજુ મનુભાઈ વાઘેલા ઉ-૪૫ રહે-ભગવતીપરા શેરીનં-૯ રાજકોટ. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની નાની-મોટી રીલ નંગ-૪૯ કિ.રૂ.૧૧,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.