બોડીદર -ફાફણી જોડતાં સીમતળના રસ્તા પરના દબાણ દૂર થતાં ખેડૂતોએ કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો*
*બોડીદર -ફાફણી જોડતાં સીમતળના રસ્તા પરના દબાણ દૂર થતાં ખેડૂતોએ કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો*
-------------------------------------------
ગીર સોમનાથ,૮મી જાન્યુઆરી.: જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે બોડીદર -ફાફણી સીમતળના રસ્તા પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી મામલતદારશ્રી, ગીર ગઢડાની ટીમ દ્વારા સ્થળ પર સરકારી સર્વેયર સાથે રાખીને હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ આશરે ૨.૬ કિ.મી. રસ્તો ખુલ્લો કરવામાં આવનાર છે.
આ કામગીરીથી ખેડૂતોને ખેતરે જવામાં પડતી અડચણો દૂર થતાં ગ્રામજનોએ કલેકટરશ્રીનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
--------
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.