વિસાવદર વીજ કંપની સામેના દાવામાં દોઢલાખ વળતર ૭ % વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરતી વિસાવદર કોર્ટ વિસાવદરના યુવા ધારાશાસ્ત્રી કમલેશ જોશીની ધારદાર દલીલો
વિસાવદર વીજ કંપની સામેના દાવામાં દોઢલાખ વળતર ૭ % વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરતી વિસાવદર કોર્ટ
વિસાવદરના યુવા ધારાશાસ્ત્રી કમલેશ જોશીની ધારદાર દલીલોવિસાવદર પી.જી.વી.સી.એલ.સબ ડિવિઝન નંબર (૨) સામે તેમના કાર્યક્ષેત્રમાં આવતા કાસીયા નેસ વિસ્તારમાં રહેતા અને વિજકપનીના ગ્રાહક એવા રાજસુરભાઈ રામાભાઈ ગુજરીયાને ત્યાં વિજકપનીના તત્કાલીન અધિકારીની બેદરકારી ના કારણે અને લાઈનમેન્ટેન્સ યોગ્યરીતે ન કરાતા વિજમીટરમાં શોર્ટ સર્કિટ થતા તેઓ માલધારીનો ધધો કરતા હોય તેઓના ઝૂંપડામાં રાખેલ ખોળ, કપાસિયા,તથા ઘરવખરીનો માલસામાન ઝૂંપડાના પતરા સહિતનો માલ સામાન બળી ગયેલ હતો. આ બાબતે તેઓએ વિસાવદર પોલીસ,વીજ કંપની તથા જંગલખાતાને જાણ કરેલી અને વળતર મેળવવા માટે તેમના વિસાવદર ના એડવોકેટ મારફતે નોટિસ આપવા છતાં તેમને કોઈ વળતર ન ચૂકવાતા તેઓએ વિસાવદર કોર્ટમાં દાવો દાખલ કરેલો હતો જે દાવાના કામમાં વીજ કંપની તરફથી એલ.સી.બી.લગાડેલ નથી અને તેમના ઝૂંપડામાં આટલો માલ સામાન ક્યારે અને કેવી રીતે આવેલ તેના કોઇ પુરાવા ન હોય જેથી વળતર અપાવી શકાય નહીં તેવી તકરાર લીધેલ હતી.
ત્યારબાદ વિસાવદર કોર્ટ આ સબધે વાદીનો પુરાવો નોંધેલ હતો અને વાદીએ ખોળ, કપાસિયા ખરીદ કર્યાના બિલ તથા વાહનમાં માલ સામાન આવેલ તે વાહન ના નંબર સહિત પોલીસે કરેલ જાણવા જોગ એન્ટ્રી તથા પંચનામા અને એફ એસ.એલ રિપોર્ટ રજૂ કરેલા તથા પી.જી.વી.સી.એલ. કંપનીએ કરેલ રોજકામ સંબંધે તત્કાલીન વીજ અધિકારીને સાહેદ તરીકે તપાસેલ હતા.અને જંગલખાતાના નાકા ઉપર માલ સામાન નેસમાં ગયેલ હોય તેના પુરાવા રજૂ કરેલ.આ કેસમાં પી.જી. વી. સી.એલ.કંપની તરફથી કોઈ મૌખિક પુરાવો રજૂ કરવો ન હોય જે અંગેની લેખિત પુરસીસ રજૂ કરતા કોર્ટ બન્ને પક્ષના વકીલોની દલીલો ધ્યાને લઇ વિજકપનીની બેદરકારી માની ગુજ.વાદી રાજસુરભાઈ રામાભાઈ ગુજરીયાના વારસોને દોઢ લાખ રૂપિયા ૭ % લેખે વ્યાજ સહિત ચૂકવવા આદેશ કરેલ છે આ કામમાં વાદી રાજસુરભાઈ રામાભાઈ ગુજરીયા ના વારસદારો તરફે વિસાવદરના યુવા ધારાશાસ્ત્રી કમલેશભાઈ જોશી રોકાયેલ હતા.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.