વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા ઇસમને ઝડપી પાડતી મહીસાગર એસ.ઓ.જી
ઉત્તરાયણ પર્વ નજીક આવતાં ચાઈનીઝ દોરીનો વેપલો સમગ્ર જિલ્લામાં ફુલી ફાલ્યો છે. રૂપિયાની લાયમાં બંધ બારણે આવા વેપલા બે રોકટોક થઈ રહ્યા છે. માનવ તથા પક્ષીઓના જીવને ઘાતક સાબિત થતી આ ચાઈનીઝ દોરી ખુબજ જોખમી છે. ઘણા ખરા કિસ્સામાં ચાઈનીઝ દોરીના કારણે વાહન ચાલકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેને લઈ મહીસાગર પોલીસ બાઝ નજર રાખી રહી છે તે દરમ્યાન એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. પી.આર.કરેણ ને બાતમી મળેલ કે વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કુંભારવાડી ગામે બસ સ્ટેશન સામે પાનના ગલ્લા ઉપર પર્વતભાઇ રાયસિંગભાઇ માલીવાડ રહે.કુંભારવાડી તા.વિરપુર તથા તારીકભાઇ કયુમભાઇ શેખ રહે.વિરપુર તા.વિરપુર આ બન્ને મળી ભાગીદારીથી ચોરી છુપીથી ચાઇનીઝ દોરીનાનુ વેચાણ કરે તેવી બાતમી મળતા પંચો રૂબરુ તપાસ કરતા ગલ્લાના અંદરના ભાગે રાખેલ ચાઇનીઝ દોરી રીલ નંગ-૧૩ કિમંત રૂ-૯૭૫૦/-નો મુદ્દામાલ રાખી જીલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરેલ હોય હોવાથી તેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે વિરપુર પોલીસ સ્ટેશને સોપવામાં આવ્યા હતા...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.