૩૩ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ૬૬ જેટલી વાનગીઓ તૈયાર કરવામાં આવી…. - At This Time

૩૩ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ૬૬ જેટલી વાનગીઓ તૈયાર કરવામાં આવી….


પોષણ ઉત્સવ ઉજવણી...

વિરપુરની અલુજીની વાવ પ્રાથમિક શાળા ખાતે પોષણ ઉત્સવ ઉજવણીના ભાગ રૂપે વાનગી હરીફાઈ યોજાઈ...

સરકારના આઇસીડીએસ વિભાગ દ્વારા નાના ભૂલકાઓને પોશક તત્વ મળી રહે તેમાટે અલગ અલગ યોજનાઓ દ્વારા પોષક આહાર આપવામાં આવે છે. જેના દ્વારા કુપોષણનું પ્રમાણ ઘટે અને બાળકોમાં પોષક તત્વ મળી રહે ત્યારે મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાની અલુજીનીવાવ પ્રાથમિક શાળા ખાતે પોષણ ઉત્સવના ભાગરૂપે વાનગી હરીફાઈ યોજાઈ હતી આ કાર્યક્રમમાં આંગણવાડીમાં મળતા ટી.એચ.આર ના પેકેટ બાલશક્તિ,માતૃશક્તિ,પૂર્ણશક્તિના પેકેટમાંથી બનતી વાનગીઓ, મિલેટમાંથી બનતી વાનગીઓ અને સરગવામાંથી બનતી વાનગીઓ લાભાર્થી માતાઓ અને કિશોરીઓ દ્વારા બનાવડાવીને વાનગી હરીફાઈ આયોજન થયેલ છે.જેમાં મિલેટ ધાન્યની વાનગીના 3 વિજેતા અને ટીએચઆરની વાનગીના 3 બહેનોને ઇનામ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવેલ છે.કાર્યક્રમમાં ટીએચઆર પેકેટમાંથી મળતા પોષકતત્વો,મિલેટ ખાવાના ફાયદા,સરગવો રોજબરોજ વપરાશમાં લેવાથી થતા ફાયદા વિષે અને બજારુ વાનગીઓ પેકેટના ખાવા,સ્વચ્છતા જાળવવા લોકોને
માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું આ કાર્યક્રમમાં મુખ્ય સેવિકા ચેતનાબેન પરમાર બ્લોક કૉડિનર્ટર સોલંકી સજ્જનસિંહ જોધપુર સેજાના આંગણવાડી કાર્યકર ના સહકારથી ૩૩ જેટલી આંગણવાડી ની કાર્યકર બહેનો તેમજ લાભાર્થીઓ ના ના સહકારથી ૬૬ થી પણ વધુ વાનગીઓ તૈયાર કરવામાં આવી
જેમાં સ્થાનિક આચાર્ય નરેન્દ્ર પટેલ સરપંચ કવન પટેલ પૂર્વ સરપંચ જનકસિંહ, સેક્રેટરી બાબુભાઇ તથા અર્જુનસિંહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.