ઇંટોના ભઠ્ઠા વાળી જગ્યા મુકીને જતો રહેજે’ કહીં પ્રૌઢ પર ત્રણ શખ્સોનો પથ્થરથી હુમલો - At This Time

ઇંટોના ભઠ્ઠા વાળી જગ્યા મુકીને જતો રહેજે’ કહીં પ્રૌઢ પર ત્રણ શખ્સોનો પથ્થરથી હુમલો


કોઠારીયા સોલવંટ શીતળાધાર પાસે આવેલ સરકારી ખરાબામાં ઈંટોનો ભઢ્ઢો ચલાવતાં પ્રૌઢને ઘસી આવેલા વિકો ભરવાડ અને તેના સાગરીતોએ ઇંટોના ભઠ્ઠા વાળી જગ્યા મુકીને જતો રહેજે કહીં જાનથી મારી નાંખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં આજીડેમ પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે 150 ફૂટ રીંગ રોડ પર આસ્થા ચોક પાસે આંબેડકર નગર શેરી નં.12 પાસે રહેતાં ખીમજીભાઇ વાલજીભાઈ પરમાર (ઉ.વ.52) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિકો ભરવાડ, તેજસ ભરવાડ અને એક અજાણ્યા શખ્સનું નામ આપતાં આજીડેમ પોલીસે બીએનએસ એક્ટ 115(3), 352, 351(2), એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કોઠારીયા સોલવંટ શીતળાધાર 25 વારીયા વ્રૂંદાવન સોસાયટી પાસે સરકારી ખરાબો આવેલ હોય ત્યાં તેમના મોટાભાઇ વશરામભાઇ પરમાર સાથે ઇંટોના ભઠ્ઠા રાખી ઇંટો વેંચવાનો વેપાર કરે છે.ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ તે તેના મોટા ભાઈ સાથે ઇંટોના ભઠે હતા.
ત્યાથી તે ચા પીવા માટે ગયેલ અને થોડીવાર બાદ પરત ફરી જોયુ તો ત્યાં વીકો ભરવાડ, તેજસ ભરવાડ તથા તેની સાથે એક અજાણ્યો શખ્સ ઘસી આવેલ અને ત્યાં કાચી ઓરડીને હાથેથી ધક્કા મારી પાડતા હતા અને ઓરડીના માથેના પતરા નીચે પાડી દીધેલ હતા.
જેથી ત્રણેય શખ્સને તેમ ન કરવા કહેતા તેઓ ઉશ્કેરાય ગયેલ અને ગાળો બોલી ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને વિકો ભરવાડએ કહેલ કે,એકને તો હું છરી ઝીંકીને આવ્યો છું, આ ઇંટોના ભઠ્ઠા વાળી જગ્યા મુકીને અહીં થી જતો રહેજે નહીંતર તને જા નથી મારી નાંખીશ કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતાં.
તેમજ આ જગ્યા અમારી છે, તેમ કહી વિકા ભરવાડે ત્યા પડેલ એક પથ્થર લઈ છુટા ઘા કરતા તેમને ઈજા પહોંચી હતી. બાદમાં તેઓએ દેકારો કરતાં આસપાસમાંથી લોકો દોડી આવતાં આરોપી નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.