પતંગની દોરીથી રક્ષણ માટે રાજકોટ પોલીસે નાગરિકોના બાઈક પર સેફટી ગાર્ડ લગાવ્યા - At This Time

પતંગની દોરીથી રક્ષણ માટે રાજકોટ પોલીસે નાગરિકોના બાઈક પર સેફટી ગાર્ડ લગાવ્યા


મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે રાજકોટ શહેર પોલીસ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. પતંગની દોરીથી રક્ષણ માટે રાજકોટ પોલીસે નાગરિકોના બાઈક પર સેફટી ગાર્ડ લગાવ્યા હતા. શહેરના પુનિત નગર સર્કલ સહિતના પોઇન્ટ પર આગામી મકરસંક્રાંતિ તહેવાર આવનાર હોય અને ટુ વ્હીલ વાહન ચાલકોની સેફટી માટે ગાડીના આગળના ભાગે સેફટી ગાર્ડ લગાડવામાં આવેલ હતા. ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખા દ્વારા કામગીરી કરાઈ હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.