ઘર ખાલી કરી નાખજે કહીં સાસુ-સસરાએ પુત્રવધુને પાઈપ મારી દિધો
ઘર ખાલી કરી નાખજે કહીં સાસુ-સસરાએ પુત્રવધુને પાઇપ મારી દેતાં તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી. રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં બનાવ બન્યો હતો. હાલ તેણી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મવડી પ્લોટ પ્રજાપતિ સોસાયટીમાં શેરી નં-2 માં રહેતાં પુજાબેન શિલુસિંહ ચૌહાણ (ઉ.વ.36) તેણી ગઈ કાલ સાંજના પોતાના ઘરે હતાં ત્યારે તેનાં સસરા શિવનાથસિંહ, સાસુ ગુંદનબેન તથા ગોવિંદભાઈએ ઝઘડો કરી પાઇપ વડે હુમલો કરી ઢિકાપાટુનો માર માર્યો હતો. બાદ તેણીને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જ્યાં સારવાર હેઠળ છે. બનાવ અંગે તેણીનાં પતિ શિલુસિંહએ જણાવ્યું હતું કે ઘર ખાલી કરવા તેનાં માત-પિતા દબાણ કરતા હોય અને અગાઉ પણ ઘર બાબતે ઝઘડો કર્યો હતો. ગઈ કાલે તેના માત-પિતા અને મામાએ ઘર ખાલી કરી નાખજે કહીં ઝઘડો કરી હુમલો કર્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.