શિક્ષણ: ગુજકેટના આવેદન લેટ ફી સાથે 15 જાન્યુઆરી સુધી ભરી શકાશે
શિક્ષણ: ગુજકેટના આવેદન લેટ ફી સાથે 15 જાન્યુઆરી સુધી ભરી શકાશે
સમગ્ર રાજ્યમાં 23 માર્ચે ગુજકેટ પરીક્ષાનું આયોજન કરાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા એ ગ્રુપ, બી ગ્રુપ અને એબી ગ્રુપના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. ગુજકેટની કસોટી તારીખ 23 માર્ચને રવિવારે યોજાવાની છે. આ માટે તમામ માહિતી પુસ્તક અને ઓનલાઇન આવેદન ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવી છે.
ગુજકેટ પરીક્ષાના આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ 7 જાન્યુઆરી હતી તે હવે 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. જેની શાળાના આચાર્ય વાલીઓ વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધીતોને નોંધ લેવા ભાવનગરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું છે.
ગુજકેટની પરીક્ષા માટે હવે પછી રૂપિયા 1000 લેટ ફી આપીને 15 જાન્યુઆરી સુધી ફોર્મ ભરવાના રહેશે. એટલે કે ગુજકેટની પરીક્ષા ફી રૂપિયા 350 અને ₹1,000 રેટ ફી મળીને કુલ રૂપિયા 1350 ભરવાના રહેશે તેમ ભાવનગર ડીઇઓ કચેરીના બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે. એસબીઆઇ સિસ્ટમ મારફત ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, અને નેટબેન્કિંગ દ્વારા અથવા sbi ઇ પેના એસબીઆઇ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા દેશની કોઈ પણ sbi બ્રાન્ચમાં ભરી શકાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.