વિદેશી દારૂનો વેપલો: ટ્રકમાં શેરડીની આડમાં ઇંગ્લિશ-દારૂ બિયરનો જથ્થો ભરી મહુવા જતા બે ખેપીયાને પોલીસે ઉઠાવી લીધા AT This Time News Mahuva - At This Time

વિદેશી દારૂનો વેપલો: ટ્રકમાં શેરડીની આડમાં ઇંગ્લિશ-દારૂ બિયરનો જથ્થો ભરી મહુવા જતા બે ખેપીયાને પોલીસે ઉઠાવી લીધા AT This Time News Mahuva


વિદેશી દારૂનો વેપલો: ટ્રકમાં શેરડીની આડમાં ઇંગ્લિશ-દારૂ બિયરનો જથ્થો ભરી મહુવા જતા બે ખેપીયાને પોલીસે ઉઠાવી લીધા

મહુવાના બે શખ્સો ટ્રક લઈને મહારાષ્ટ્રમાંથી શેરડી સાથે દારૂ બિયરની ખેપ લઈને મહુવા તરફ આવી રહ્યા હતા ત્યારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે કોબડી ટોલ પ્લાઝા પાસેથી આ બંને ખેપિયાઓને દારૂ બીયર તથા ટ્રક સાથે ઝડપી લઇ વરતેજ પોલીસને હવાલે કર્યા હતા.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રીના સમયે એલસીબી ની ટીમ ભાવનગર તળાજા હાઈવે પર પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ભાવનગર તરફથી આવી રહેલ એક ટ્રકમાં શેરડીના જથ્થાની આડમાં ઇંગ્લિશ દારૂ બિયરનો જથ્થો ભરેલો છે અને આ ટ્રક મહુવા તરફ જઈ રહ્યો છે જે માહિતી આધારે એલસીબી ની ટીમ કોબડી ટોલ પ્લાઝા પાસે વોચમાં હોય એ દરમિયાન બાદમી વાળો ટ્રક નંબર જી-જે- 04 X-5943 ટોલ પ્લાઝા પાસે આવી પહોંચતા એલસીબીના જવાનોએ આ ટ્રક ને અટકાવી ટ્રકમાં સવાર ડ્રાઇવર તથા ક્લિનર ને નીચે ઉતારી તેઓને નામ સરનામા પૂછવા સાથે ટ્રકની તલાસી હાથ ધરી હતી.

અટકાયત કરાયેલ શખ્સોએ પોતાના નામ મનોજ ભુપત ગૌસ્વામી ઉ.વ.38 રહે. પ્લોટનં-બી/7 વિદ્યાનગર સોસાયટી રેલ્વે સ્ટેશન પાછળ મહુવા તથા કલીનરે પોતાનું નામ પ્રભાત ભોળા ચૌહાણ ઉંમર વર્ષ.30 હરહે પ્લોટ નંબર.34 અશોકનગર નિસવડ ગામ મહુવા વાળા હોવાનું જણાવેલ અને ટ્રકની તલાસી દરમિયાન વિના પાસ પરમીટે શેરડીના જથ્થાની નીચે થી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 357 બોટલ તથા બિયરના ટીન નંગ 240 મળી આવતા ડ્રાઇવર મનોજને આ અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે, મહુવામાં રહેતા યુનુસ તથા નટુ જોધા બારૈયા નામના બુટલેગરોએ આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને મહારાષ્ટ્ર થી શેરડીના જથ્થાની નીચે દારૂ બિયર છુપાવીને મહુવા લાવી રહ્યા હોવાની કબુલાત કરી હતી.
આથી એલસીબીના જવાનોએ દારૂ-બિયર, બે મોબાઈલ, એક તાડપત્રી, રોકડ રકમ તથા ટ્રક મળી કુલ રૂપિયા 7,66,104 નો મુદ્દામાલ કબ્જે કરી વરતેજ પોલીસ સ્ટેશનમાં મનોજ તથા પ્રભાત નો કબ્જો મુદ્દામાલ સાથે સોંપી વરતેજ પોલીસ સ્ટેશનમાં મનોજ પ્રભાત યુનુસ અને નટુ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી યુનુસ તથા નટુ ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.