ચુથાના મુવાડા ગામ પાસેથી પીકઅપ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો - At This Time

ચુથાના મુવાડા ગામ પાસેથી પીકઅપ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો


ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ મોનીટરીંગ સેલે સંતરામપુર તાલુકાના ચુથાનામુવાડા ગામ પાસેથી પસાર થઈ રહેલી બાતમીના આધારે પીકીઅપ ગાડીને રોકી હતી.
ગાડી રોકીને તપાસ કરવામાં આવતા પોલિસ ચોંકી ઉઠી હતી. બુટલેગરે દારુના જથ્થાની હેરાફેરી માટે નવો કીમિયો અપનાવ્યો હતો. જેમા ડાલાની ચેસીસ પર ઓઈલ ભરવાની ટાંકી બનાવી ફીટ કરવામાં આવી હતી. આ ટાંકીમાં વચ્ચે પાર્ટીશન કરીને ટાંકીની પાછળ ભાગમાં બળેલા જેવું ઓઈલ ભરેલ હતુ. જ્યારે બીજા ભાગમાં વિવિધ બાન્ડનો ઈંગ્લીશ દારૂ તથા બીયરની રૂા.3 લાખની પેટીઓ સંતાડવામાં આવી હતી. ટીમે દારુનો જથ્થો તથા રૂા.1.50 લાખનુ પીકઅપ ડાલુ મળી કુલ રૂા.4.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક સહીત એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યા હતા. અને સ્ટેટ વિજિલન્સ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.તડવી અને સ્ટાફે ગાડીના ચાલકની સધન પુછપરછ હાથ ધરવામાં આવેલ આવી. અને આ દારૂનો જથ્થો રાજસ્થાનથી અમદાવાદ તરફ લઈ જવાનો હોવાની શંકાવ્યક્ત કરવામાં આવી છે. અને હાલ મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.