અરવલ્લી જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિન પર્વ સહકારી જીન, ધનસુરા ખાતે યોજાશે - At This Time

અરવલ્લી જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિન પર્વ સહકારી જીન, ધનસુરા ખાતે યોજાશે


અરવલ્લી જિલ્લા સમાહર્તાશ્રી પ્રશસ્તિ પરીકની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની ઉજવણીની પર્વ તૈયારી આયોજન અંગે અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ પ્રજાસત્તાક દિનની ઉજવણીનો જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સહકારી જીન, ધનસુરા ખાતે યોજાશે. બેઠકમાં રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ પ્રજાસત્તાક દિનની ઉજવણી બાબતે વિવિધ અમલીકરણ અધિકારીઓને કામગીરી ફાળવણી કરવામાં આવી હતી. મહાનુભવોની બેઠક વ્યવસ્થા, સ્ટેજ, સાંસ્કૃતિક કાર્યક્રમો,ટેબ્લો, સફાઈ, પાણી વ્યવસ્થા ,શ્રેષ્ઠ કામગીરી બદલ ઇનામ વિતરણ સહિતની વિવિધ કામગીરીની સોંપણી કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા, જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ, અધિક નિવાસી કલેકટર રાજેશ કુચારા તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.