વી નારાયણન ISROના નવા ચેરમેન:તેઓ રોકેટ અને સ્પેસક્રાફ્ટ એપરેશનના એક્સપર્ટ છે; 14 જાન્યુઆરીથી એસ સોમનાથની જગ્યાએ સંભાળશે કમાન
કેન્દ્ર સરકારે મંગળવારે ઈન્ડિયન સ્પેસ રિસરિચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના નવા અધ્યક્ષ તરીકે સ્પેસ વૈજ્ઞાનિક વી. નારાયણનની નિમણૂક કરી છે. તેમને અંતરિક્ષ વિભાગના સચિવ પણ બનાવવામાં આવ્યા છે. 14 જાન્યુઆરીએ તેઓ ISROના ચીફ એસ. સોમનાથનું સ્થાન લેશે. નારાયણનનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. હાલમાં તેઓ વલીયામાલા ખાતે લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર (LPSC)ના ડિરેક્ટર છે. નારાયણન પાસે 40 વર્ષનો અનુભવ છે. તેઓ રોકેટ અને સ્પેસક્રાફ્ટ ઓપરેશનમાં એક્સપર્ટ છે. 14 જાન્યુઆરીએ એસ. સોમનાથ નિવૃત્ત થશે
ISROના હાલના ચેરમેન એસ. સોમનાથે 14 જાન્યુઆરી 2022ના રોજ ઈસરોના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ 3 વર્ષના કાર્યકાળ બાદ નિવૃત્ત થઈ રહ્યા છે. ISROએ તેમના કાર્યકાળ દરમિયાન ઈતિહાસ રચ્યો હતો. ISROએ માત્ર ચંદ્રયાન-3ને ચંદ્રના સાઉથ પોલ પર ઉતાર્યું જ નહીં, , પણ પૃથ્વીથી 15 લાખ કિમી ઉપરના લેગ્રેન્જ પોઈન્ટ પર સૂર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય-L1 પણ મોકલ્યું. એસ. સોમનાથને કેન્સર છે એસ સોમનાથે (60) 4 માર્ચ, 2024ના રોજ એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ કેન્સરથી પીડિત છે. ચંદ્રયાન-3 (23 ઓગસ્ટ 2023)ના લોન્ચિંગના સમયથી મારી તબિયત સારી નહોતી. જો કે ત્યારે કશું સ્પષ્ટ નહોતું થયું. મારી પાસે પણ તેના (કેન્સર) વિશે કોઈ સ્પષ્ટ માહિતી નહોતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.