પોરબંદરના રેલવેસ્ટેશન કોલોની ખાતે કોળી સમાજનો મિલન સમારંભ યોજાયો - At This Time

પોરબંદરના રેલવેસ્ટેશન કોલોની ખાતે કોળી સમાજનો મિલન સમારંભ યોજાયો


કોળી સમાજની એકતા અને સંગઠન મજબૂત બનાવો: તુલસી ભાઈ મકવાણા

અગ્રણીઓ એ સમાજ સુધારણા ના અનેક આયામો વ્યક્ત કર્યા

ગોસા(ઘેડ): ૦૬/૦૧/૨૦૨૫ અહિંના કોળી સમાજ દ્વારા નવા વર્ષને વધાવવા અને સમાજમાં ભાઈચારો એકતા સાથે સ્નેહનો તંતુ મજબૂત બને તેવા હેતુસર પોરબંદર ના રેલવે સ્ટેશન કોલોની ખાતે પરિસરમાં કોળી સમાજનો મિલન સમારોહ યોજાયો હતો જેમાં ઉત્સાહ ભેર અગ્રણીઓ જોડાય અને આગામી દિવસોમાં તળપદા કોળી સમાજના ઉત્કર્ષ માટે અનેક આયમોની ચર્ચા -વિમર્સ કરવામાં આવેલ.
પોરબંદર ના રેલવે સ્ટેશન કોલોની ના પરિસરમાં ભીમનાથ મહાદેવ અન્નક્ષેત્રના સેવા કર્મી અને સમાજ ના મોભી તુલસીભાઇ મકવાણા ના અધ્યક્ષ સ્થાને કોળી સમાજનો મિલન સમારોહ નું તાજેતરમાં આયોજન કરવા માં આવેલ હતું
આ સમારોહમાં પોરબંદર તાલુકા કર્મચારી મંડળના પ્રમુખ નારણભાઇ બામણીયા, પોરબંદર તળપદા કોળી સમાજના પ્રમુખ દિપકભાઈ ગોહિલ, ઉપ પ્રમુખ ડો.ભુપત ભાઈ મકવાણા,પોરબંદર ઇન્દિરા નગર ૐ સાંઈ ટેકા પરબ ના પ્રમુખ રામસીભાઈ બામણીયા, છાંયા પ્લોટ ન્યૂ ઘેડીયા કોળી સમાજ વંડી ના ઉપ પ્રમુખ લાખાભાઇ મોકરીયા, છાંયા પ્લોટ કોળી યુવા પ્રમુખ અરજનભાઈ આંત્રોલીયા, જ્યુબેલી કોળી સમાજ વડીના ટ્રષ્ટિ મહેશભાઈ ભૂવા, પોરબંદર જિલ્લા માંધાતા પ્રાગટ્ય મહોત્સવ ના પ્રમુખ ચંદુભાઈ બારીયા, ઉપ પ્રમુખb અશોકભાઈ ભરડા, આદિત્યાણા શ્રેષ્ઠિ રમેશભાઈ ભરડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં
પ્રારંભમાં તળપદા કોળી સમાજના પ્રમુખ દિપક ભાઈ ગોહિલે એ ખાપટ ખાતે આવેલી ટળપદા કોળી સમાજની વંડીના વિકાસ અને સમાજ ઉત્કર્ષ ની અનેક વિધ પ્રવૃર્તિ ના પ્રકલ્પો ની પ્રસ્તુતિ કરીને સૌ ઉપસ્થિત મહાનુભાવો ને મીઠો આવકાર આપ્યો હતો
આ મિલન સમારોનું મંગળ દીપ પ્રજવવલિત કરીને સમાજના મોભી તુલસીભાઈ મકવાણા એ સેવા પ્રકલ્પો ને બિરદાવતા જણાવ્યું હતું કે કોળી સમાજની એકતા અને સંગઠન મજબૂત કરીને સમાજ ઉત્કર્ષ ના સેવાકીય પ્રવૃર્તિ હાથ ધરવા આહવન કર્યું હતું,
આ પ્રસંગે તળપદા કોળી સમાજના ઉપ પ્રમુખ પ્રફુલભાઈ મકવાણા એ વિવિધ સામાજિક સઁસ્થાઓ નું સંકલન કરી જ્ઞાતિના સર્વાંગી વિકાસ માં એકબીજા ને મદદરૂપ બની કાર્ય કરવાની પહેલ કરી હતી.પોરબંદર જિલ્લા કોળી સમાજ રત્ન ડો ઈશ્વરભાઈ ભરડા એ જ્ઞાતિ માં આવેલી જાગૃતિ ને વ્યશન મુક્ત સમાજ અને શિક્ષણ તરફ વાળવા છેવાડા ના લોકો ને સમાજ સાથે જોડી ને જ્ઞાતિ પ્રત્યે સ્નેહ રાખી સમાજ સુધારણા ના ઉત્કર્ષ માં સહયોગી બનવાની શીખ આપી હતી.પોરબંદર જિલ્લા માંધાતા ગ્રુપ ના પ્રમુખ ચંદુભાઈ બારૈયા એ આગામી તા ૧૪ જાન્યુઆરી મંગળવાર ને મકર સંક્રાંતિ ના રોજ ચોપાટી ખાતે સવારે ૮ કલાકે યોજાનાર માંધાતા પ્રાગટ્ય મહોત્સમાં સૌને જોડાવા હાર્દિક નિમંત્રણ પાઠવી ને કોળી સમાજ સુધારાની આવા મિલન સમારોહ ને આવકારી અભિનંદન પાઠવ્યા હતાં
આ તકે તળ પદા કોળી સમાજમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સમાજના યુવા પ્રમુખ રવિભાઈ મકવાણા તથા ખાપટ ખાતે ની વંડી ના સાધનિક કાગળો ની આપટુડેટ ફાઈલો નિભાવવા અને પ્રામાણિક હિસાબ રાખવા બદલ મંડળ ના ખજાનચી હસુભાઈ મકવાણા નું મહાનુભાવો ના હસ્તે ઉષ્મા વસ્ત્ર અર્પણ કરી સન્માનિત કરાયા ત્યારે ઉપસ્થિત અગ્રણીઓ એ તાળીઓના નાદ થી બિરદાવ્યા હતાં
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પોરબંદર તળપદા કોળી સમાજના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ ડાભી એ સાંભળ્યું હતું જયારે આભાર દર્શન તળપદા કોળી સમાજ ના મંત્રી ભીખુભાઈ પરમારે કર્યું હતું આ મિલન સમારોહમાં સમાજના અગ્રણી કાનાભાઈ વાઢિયા, અશ્વિનભાઈ સાકરીયા રમેશભાઈ જાદવ, વિમલભાઈ ડાભી, પ્રિતેશભાઈ બારૈયા, ભીખુભાઇ ડાભી, કાળુભાઇ ડાભી તુસારભાઈ સાકરીયા,યુવા ઉપ પ્રમુખ ભાવેશભાઈ બાબરીયા, સહીત બહોળી સઁખ્યામાં સમાજ અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.