અરવલ્લીના મોડાસામાં સાયકલ રેલીનું આયોજન: સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન - At This Time

અરવલ્લીના મોડાસામાં સાયકલ રેલીનું આયોજન: સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન


રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર સયુંક્ત ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા ફીટ ઈન્ડીયા સાઇકલીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિકની ઉપસ્થિતિમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોડાસા નગરની જનતા અને બાળકો જોડાયા હતા.સાયકલ રેલીનું આયોજન સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીએ રેલીને પ્રસ્થાન કરાવીને સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સાયકલ ચલાવવું એ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ પર્યાવરણને પણ સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે.સાયકલ રેલીમાં ભાગ લેનારાઓએ અનેક રંગબેરંગી સાયકલો સાથે મોડાસાના માર્ગ પર ફરીને લોકોને સ્વસ્થ રહેવા માટે પ્રેરિત કર્યા હતા. બાળકોએ પણ આ રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન સહભાગીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતા.

રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા


6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.