પૂર્ણા યોજનાની પૂર્ણા સખીઓએ જાહેર સ્થળોની મુલાકાત લીધી
પૂર્ણા યોજનાની પૂર્ણા સખીઓએ જાહેર સ્થળોની મુલાકાત લીધી
---------------
વિવિધ વિભાગો દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું
---------------
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮ થી ૧૫ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓ માટે પૂર્ણા યોજના અમલમાં છે. આ યોજના હેઠળ પૂરક પોષણ અને પૂરક પોષણ સિવાયની સેવાઓ આપવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લાનાં તમામ ઘટકો દ્વારા વર્ષની શરૂઆતમાં પૂર્ણા યોજનાની પૂર્ણા સખી/સહસખીને જાહેર સ્થળો જેવા કે બેંક,પોસ્ટ ઓફિસ,પોલીસ સ્ટેશન, ગ્રામ પંચાયત, PHC, CSCની મુલાકાત લીધી હતી.
જાહેર સ્થળોની મુલાકાત દરમિયાન પૂર્ણા સખી/સહસખીને વિવિધ વિભાગો દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. પૂર્ણા યોજના થકી ગુજરાતની દરેક કિશોરીઓ તેના જીવન કાળમાં સાચા અર્થમાં પૂર્ણા બને તેવું મહત્વકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
જિલ્લાનાં પૂર્ણા કન્સલ્ટન્ટ ભાવસિંહ મોરી તેમજ ગીર સોમનાથ જિલ્લાનાં તમામ ઘટકોના બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓએ સાથે મળી એક બીજાના સંકલનમાં રહી આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનને સફળ બનાવવા ગીર સોમનાથ જિલ્લાની તમામ આંગણવાડી બહેનો તેમજ સેજાના સુપરવાઈઝર બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
00 000 00 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.