*તકેદારી આયુકત શ્રીમતી સંગીતાસિંહના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તરેદારી સમિતિની સમીક્ષા બેઠક મળી* - At This Time

*તકેદારી આયુકત શ્રીમતી સંગીતાસિંહના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તરેદારી સમિતિની સમીક્ષા બેઠક મળી*


*તકેદારી આયુકત શ્રીમતી સંગીતાસિંહના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તરેદારી સમિતિની સમીક્ષા બેઠક મળી*
---------
છોટાઉદેપુર,શનિવાર: છોટાઉદેપુર જિલ્લા સેવા સંદનના વીસી હોલ ખાતે તકેદારી આયુકત શ્રીમતી સંગીતાસિંહના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તરેદારી સમિતિની સમીક્ષા બેઠક મળી હતી.

તકેદારી આયુક્ત શ્રીમતી સંગીતાસિહંને તકેદારી આયોગ વિશે પ્રાથમિક સંબોધન કરી બેઠકની શરૂઆત કરી હતી. આ બેઠકમાં લોકફરીયાદ અને અરજીઓ સંબંધમાં સમીક્ષા કરી હતી.આ ઉપરાંત માન.સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓની તકેદારી દ્રષ્ટ્રિકોણ વાળી રજૂઆતો અંગે થયેલ કાર્યવાહી સમીક્ષા કરી હતી. તકેદારી આયુકત શ્રીમતી સંગીતાસિંહ દ્વારા બેઠકના એજન્ડા પર સમીક્ષા કરવામાં આવી હતી.

તકેદારી આયુકત શ્રીમતી સંગીતાસિંહ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં એસીબીની કામગીરીને બિરદાવી સાથે વારસાઈ અંગેની ઝુંબેશની કામગીરીને પણ બિરદાવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી ઈમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટરશ્રી શૈલેશ ગોકલાણી સહીતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અલ્લારખા પઠાણ નસવાડીવાલા


9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.